IPL 2024ની 10મી મેચમાં બેંગલુરુ અને કોલકાતા વચ્ચેના મુકાબલામાં બે અય્યરોએ એવો કમાલ કર્યો કે વિરાટ કોહલીની ટીમ મેચ જ હારી ગઈ. આ બે અય્યરો કોણ છે? અને તેમણે એવું શું કર્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર જાણો આ આર્ટીકલમાં.
IPLની 17મી સિઝનમાં હોમ ટીમની જીતનો ટ્રેન્ડ આખરે સમાપ્ત થયો હતો. બેંગલુરુની કોલકાતા સામે તેમના ઘરમાં જ હાર થઈ. આ હાર પાછળ કોલકાતાના બે અય્યરો જવાબદાર છે.
આ બે અય્યરો છે – કોલકાતાનો કેપ્ટન શ્રેયસ અય્યર અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર. બંનેએ મેચમાં એવું પ્રદર્શન કર્યું કે બેંગલુરુ જીતવાની મેચ હારી ગયું.
શ્રેયસ અય્યરે બેંગલુરુ સામે 24 બોલમાં 39 રનની કેપ્ટન ઈનિંગ રમી હતી. શ્રેયસે આ ઈનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા, શ્રેયસે જોરદાર સિક્સર ફટકારી કોલકાતાને જીત અપાવી હતી.
વેંકટેશ અય્યરે બેંગલુરુ સામે 30 બોલમાં 50 રનની વિજયી ઈનિંગ રમી હતી. વેંકટેશે આ ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. વેંકટેશે બેંગલુરુ સામે જોરદાર ફટકાબાજી કરી હતી. તેણે મેચની નવમી ઓવરના ચોથા બોલે મયંક ડાંગરને ગનગચૂંબી સિક્સર ફટકારી હતી. આ સિક્સર 106 મીટર લાંબો હતો.
આ બંનેની જોરદાર ઈનિંગની સામે વિરાટ કોહલીની 83 રનની ઈનિંગ ઝાંખી પડી ગઈ હતી, કારણકે KKRની સામે RCBની હાર થઈ હતી. જોકે આ તમામ ખેલાડીઓએ બેટિંગમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતું.
આ બંને અય્યર વિશે અનેકને પ્રશ્ન થયો હશે આ શું આ બંને ભાઈ છે? તો આનો જવાબ છે નહીં. આ બંને ભાઈઓ નથી. શ્રેયસનો જન્મ મહારાષ્ટ્રના ચેમ્બુરમાં થયો હતો, જ્યારે વેંકટેશનો જન્મ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો.
જોકે બંને વચ્ચે એક મજેદાર સમાનતા છે. બંનેનો જન્મ એક જ દિવસ વર્ષ અને એક જ મહિનામાં થયો હતો. શ્રેયસનો 6 ડિસેમ્બર 1994ના દિવસે, જ્યારે વેંકટેશનો જન્મ 25 ડિસેમ્બર 1994ના દિવસે થયો હતો. શ્રેયસ વેંકટેશ કરતા 19 દિવસ મોટો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.