ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022મા હજુ સુધી બે ટીમ ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. બંને ટીમો આ સીઝનમાં પહેલી વખત ભાગ લઈ રહી છે. ગુજરાતની ટીમ 20 પોઈન્ટ પર પહેલા નંબરે છે જોકે લખનૌની ટીમ બીજા નંબરે રહેશે કે નહીં તે અંગોનો નિર્ણય હજુ થવાનો બાકી છે અને મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફની બહાર નીકળી ગઇ છે.
રાજસ્થાન રૉયલ્સની ટીમે હજુ સુધી પ્લેઓફ માટે સત્તાવાર ક્વોલિફાઈ નથી કર્યું, પરંતુ ટીમનો અંતિમ ચારમાં પહોંચવાનું નક્કી દેખાઈ રહ્યું છે. તેની 13 મેચોમાં 16 પોઈન્ટ છે. રન રેટથી રાજસ્થાનની ટીમ લખનૌથી આગળ છે. તેવામાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પોતાની અંતિમ મેચમાં જીત મળે છે તો રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી જશે. આ મેચમાં હાર પછી પણ સારી રન રેટ હોવાના કારણે તે પ્લેઓફમાં પહોંચી શકે છે.અને આમ બેંગ્લોરે પોતાની અંતિમ મેચ આજે જ ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમવાની છે. ટીમને પ્લેઓફની રેસમાં બની રહેવા માટે આ મેચમાં જીત મેળવવી જરૂરી છે.
ટીમના 13 મેચમાં 14 પોઈન્ટ છે. દિલ્હીના પણ 14 પોઈન્ટ છે, પરંતુ તેની રન રેટ +0.255 છે જ્યારે બેંગ્લોરની રન રેટ -0.323 છે. તેવામાં બેંગ્લોરે પોતાની અંતિમ મેચમાં જીતની આશા સાથે દિલ્હી તેની અંતિમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવી તેવી આશા પણ રાખવી પડશે અને જો દિલ્હી પોતાની અંતિમ મેચ જીતી જાય છે તો તે પ્લેઓફમાં પહોંચી શકે છે. પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના 13-13 મેચોમાં 12-12 પોઈન્ટ છે.
આ બંને એક-બીજા સામે મેચ રમવાના છે. આ મેચને જીતનારી ટીમના 14 પોઈન્ટ જ થશે. હાલમાં હૈદરાબાદની રન રેટ -0.230 અને પંજાબનો -0.43 છે. જો બંને ટીમે પ્લેઓફમાં પહોંચવું હોય તો બંનેએ મેચને મોટા અંતરથી જીતવી પડશે. તો હવે જોવું રહ્યું કે કંઈ મેચ ટોપ 4માં પહોંચવામાં સફળ રહે છે અને આ વખતની સીઝનમાં દેશના ટોચના પ્લેયર કંઈ ખાસ પ્રદર્શન કરી રહ્યા નથી, જે ટીમ માટે આગામી સીરિઝ માટે ચિંતાજનક બાબત કહી શકાય તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.