IPLની આગામી સિઝનમાં નવી ટીમનો સમાવેશ થવાની શક્યતા, BCCI કરી રહી છે વિચારણાં

IPL 2020નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સે પોતાના નામે કર્યો છે અને આ સાથે જ કોરોનાકાળ વચ્ચે BCCIએ સુરક્ષિત રીતે IPLનું આયોજન કરવામાં સફળ રહી છે. હવે BCCIની નજર આગામી  વર્ષે યોજાનારા IPLને સફળ બનાવવા પર છે.

આ વચ્ચે એવી વિગતો સામે આવી રહી છે કે IPLની આગામી સિઝનમાં 8ની જગ્યાએ 9 ટીમો રમાડવાનો વિચાર કરી રહી છે. જો IPL-2021માં વધું એક ટીમ જોડાશે તો આ વખતે મોટી ઓક્શન જોવા મળી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર BCCI આગામી વર્ષે IPLમાં એક નવી ટીમ રમાડવા વિશે વિચાર કરી રહી છે અને આ ટીમ ગુજરાતની હોય શકે છે. જો આવું થશે તો IPLની મોટી ઓક્શનમાં અન્ય ફ્રેન્ચાઈઝિના ખેલાડીઓમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. સામાન્ય રીતે IPLની ઓક્શન ડિસેમ્બરમાં યોજાય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ઓક્શન 2021ની શરૂઆતમાં યોજાશે.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હાલમાં જ એલાન કર્યું હતું કે તે IPLની આગામી સિઝન ભારતમાં યોજવાનો પુરો પ્રયાસ કરશે પરંતુ સાથે જ તેમણે તે પણ સ્પષ્ટ કર્યું કે જો તે એવું કરવામાં અસમર્થ રહેશે તો UAE તેમનો બેકઅપ વિકલ્પ રહેશે.

ઉલ્લેખનિય છે કે, ચૈન્નઈ  સુપરકિંગ્ઝ અને રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ લાગ્યા દરમિયાન ગુજરાતની ટીમે IPLમાં ભાગ લીધો હતો. તે ટીમનાં કેપ્ટન સુરેશ રૈના હતા. 2016મા આ ટીમ પોઈન્ટ ટેબલમાં ટૉપ કર્યાં બાદ ક્વોલિફાયર-2 સુધી પહોંચી હતી જ્યારે 2017માં ગુજરાત 7માં સ્થાને રહી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.