યુએઈમાં યોજાનારી આઇપીએલમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ક્વોરન્ટાઈનમાં રહેવું નહી પડે. ભારતીય ક્રિકેટ બોર્ડે તૈયાર કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર અંતર્ગત આ છૂટ આપવામાં આવી છે. જોકે તેમણે આ માટે નિર્ધારિત માપદંડોનું પાલન કરવું પડશે. બેંગ્લોરની ટીમના ૪૦ સભ્યો આવતીકાલે યુએઈ જવા રવાના થશે. મુંબઈ અને ચેન્નાઈના ખેલાડીઓ પણ આવતીકાલે જ યુએઈ જવા નીકળશે.
બીસીસીઆઇએ ફ્રેન્ચાઈઝીઓને નિયમોમાં રહીને કેટલાક ફેરફારોની છૂટ આપી છે. જો તેઓ તેનો ભંગ કરે તો દોષીત ખેલાડીને ક્વોરન્ટાઈન થવું પડશે અને કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઇપીએલમાં જોડાય તે પહેલા તેઓ મર્યાદિત ઓવરોની શ્રેણી રમવાના છે. જે માટે તેઓ ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ બાયોબબલમાં પ્રવેશ્યા હશે, જેના કારણે તેમને ફરી યુએઈમાં ક્વોરન્ટાઈન કરવાની જરૃર નથી. જોકે આઇપીએલમાં જોડાતા પહેલા તેમણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે, જે નેગેટિવ આવે તે જરુરી છે. આ ઉપરાંત પણ તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે તેમ બેંગ્લોરની ટીમના ચેરમેને કહ્યું હતુ.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ તારીખ ૧૭મી સપ્ટેમ્બરે યુએઈ પહોંચી જશે. જેના બે દિવસ બાદ આઇપીએલનો પ્રારંભ થશે. સાઉથ આફ્રિકાના ખેલાડીઓ તો ૨૨મી સપ્ટેમ્બરે જ યુએઈમાં આવી પહોંચે તેમ મનાય છે. શ્રીલંકાના ખેલાડીઓ સપ્ટેમ્બરની શરૃઆતમાં ટીમોની સાથે જોડાઈ જશે તેમ મનાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.