આજકાલ બોલીવૂડ ડ્રગ્સના વિવાદમાં ઘેરાયેલુ છે અને હવે બોલીવૂડ એક્ટ્રેસ અને મોડેલ શર્લિન ચોપડાએ એવો સનસનીખેજ દાવો કર્યો છે કે, આઈપીએલમાં પણ ડ્રગ્સનો ભરપૂર ઉપયોગ થયેલો છે.
શર્લિને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, જો મને એનસીબી પૂછપરછ માટે બોલવાશે તો ઘણા રહસ્યો છતા કરીશ.આઈપીએલમાં મેં કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ બાદ ક્રિકેટર્સ અને બોલીવૂડ સ્ટાર્સની પત્નીઓને વોશરુમમાં કોકેનનુ સેવન કરતા જોઈ છે.
જોકે શર્લિને કઈ સીઝનમાં આ ઘટના બની હતી તે જણાવ્યુ નહોતુ.ડ્રગ્સ પાર્ટીઓ અંગે તેણે કહ્યુ હતુ કે, કેકેઆરની મેચ જોવા હું કોલકાતા ગઈ હતી.મેચ બાદ પાર્ટી યોજાઈ હતી.જેમાં મેં બોલીવૂડ અને ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓને હાજર જોઈ હતી.હું ફ્રેશ થવા માટે વોશરુમ ગઈ ત્યારે ત્યાં જે દ્રશ્ય જોયુ તે જોઈને હેરાન થઈ ગઈ હતી.ત્યાં કોકેનનુ સેવન કરવામાં આવી રહ્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.