IPL ફેન્સ માટે ખરાબ સમાચાર- 29 માર્ચથી IPL નહીં રમાય, 15 એપ્રિલ સુધી સ્થગિત કરવાનો નિર્ણય

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના ફેન્સ માટે મોટા માઠા સમાચાર આવ્યા છે. કોરોના વાયરસના ખૌફ વચ્ચે IPLને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. 29 માર્ચના રોજ IPL શરૂ થવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે 15 એપ્રિલ સુધી IPLના આયોજનને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત એવી છે કે, સરકારે ખાલી સ્ટેડિયમમાં IPL મેચ કરાવવાની સલાહ આપી હચી, પરંતુ ફ્રેન્ચાઇઝીઓ વગર દર્શકોએ ખાલી સ્ટેડિયમમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવાની ના પાડી દીધી છે. એટલે BCCIના અધિકારીઓએ નિર્ણય લીધો છે કે, આ ટુર્નામેન્ટને 2 અઠવાડિયા સુધી ટાળી દેવી જોઇએ. શનિવારના રોજ IPLની ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ બાદ BCCI આ અંગે ઓફિશિયલ જાહેરાત કરશે.

કોરોના વાયરસના વધતા મામલાની વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને લઈને ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે તેમનો નિર્ણય લઈ લીધો છે. આ પહેલા IPL અંગે વિદેશ મંત્રાલયે ચોખ્ખું કહી દીધું છે કે તેઓ હાલના સમયમાં IPLના આયોજન કરવાના પક્ષમાં નથી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ ટૂર્નામેન્ટનું આયોજન કરવું કે નહીં તેનો નિર્ણય આયોજકોએ લેવાનો છે. અમારા અનુસાર આ ટૂર્નામેન્ટનું આયોજન થવું જોઈએ નહીં. હાલમાં જે રીતની સ્થિતિ છે તેને જોતા ટૂર્નામેન્ટ નહીં યોજાઈ એ જ યોગ્ય છે. પણ જો આયોજકો ટૂર્નામેન્ટનું આયોજન કરવા માગે છે તો એ તેમનો નિર્ણય છે. દિલ્હી સરકારે જાહેરાત કરી દીધી છે કે, દિલ્હીમાં IPLની મેચ નહીં રમાડી શકાય. આ સિવાય દિલ્હીમાં તમામ ખેલ આયોજનો પર રોક લગાવી દેવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે IPLના આયોજન અંગે નિર્ણય લઈ લીધો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે, અથવા તો IPLની મેચો દર્શકો વિના આયોજન કરવામાં આવે, કે પછી તેને થોડા સમય સુધી સ્થગિત કરી દેવામાં આવે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, કેબિનેટમાં આ વાત પર ચર્ચા થઈ અને અમારું માનવું છે કે મોટા સ્તરે લોકોની ભીડ થવી જોઈએ નહીં. અમારી પાસે બે વિકલ્પ છે. IPLનું આયોજન દર્શકો વિના થવું જોઈએ કે પછી મેચોને સ્થગિત કરી દેવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.