ભારતીય ક્રિકેટ બોર્ડની અમદાવાદમાં યોજાયેલી એજીએમમાં ૨૦૨૨માં રમાનારી આઇપીએલની ૧૫મી સિઝનમાં વધુ બે ટીમોને સામેલ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એટલે કે, ૨૦૨૨ની સિઝનમાં આઠ નહીં પરંતુ ૧૦ ટીમો લીગમાં રમશે.
નવી બે ટીમોમાં અમદાવાદની ટીમ હોટફેવરિટ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પાસે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ પણ તૈયાર છે અને આ કારણથી અમદાવાદની ટીમ મોટેરોમાં જ પોતાનો બેઝકેમ્પ નાખી શકે છે.
૯૪ મેચ માટે અઢી મહિનાનો સમય લાગશે
૨૦૨૨માં ૧૦ ટીમો વચ્ચે આઇપીએલની કુલ ૯૪ મેચો રમાશે જેના માટે લગભગ અઢી મહિનાનો સમય લાગશે અને આ કારણથી ઇન્ટરનેશનલ કેલેન્ડર ઉપર સીધી અસર પડી શકે છે. કેટલાક ખેલાડીઓ પૂરેપૂરી ટૂર્નામેન્ટમાં ના રમી શકે તેવી પણ સ્થિતિ ઊભી થઈ શકે છે.
જાન્યુઆરીમાં સૈયદ મુસ્તાક અલી ટી૨૦ ચેમ્પિયનશિપ સાથે નવી સિઝનનો પ્રારંભ થશે અને બાકીની ટૂર્નામેન્ટનું પણ આયોજન થઇ શકે તે માટેના પ્રયાસ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.