IPL 2021નો તા. 8 એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે. જે માટે પંજાબ કિંગ્સના ખેલાડી ડેવિડ મલાન સંપૂર્ણ રીતે તૈયાર છે. ટીમ પાસેથી એમને ઘણી બધી આશા છે.
ભાગીદારી અને ઈનિંગ્સને કેવી રીતે લાંબી કરી રમી શકાય એ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. એટલા માટે અભિમાનને મેદાનની બહાર મૂકીને રમવાનું હોય છે. અમારી ટીમમાં બેટ્સમેનની કોઈ કમી નથી. કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને ક્રિસ ગેલ જેવા ખેલાડી છે.
મલાન પણ ઈંગ્લેન્ડના દમદાર ખેલાડી છે. તેણે કહ્યું કે, લોકો કદાચ ભૂલી ગયા છે કે, જ્યારે હું ઈંગ્લેન્ડ તરફથી ઓપનિંગ કરતો એ સમયે પણ ત્રણ નંબર ખાલી હતો.
ભારતના સૂર્ય કુમાર યાદવ અને ઈશાન કિશન બંને જે રીતે બોલને ફટકારે છે, એ ખરેખર કમાલ છે. બંને નીડર થઈને ક્રિકેટ રમે છે. એટલે એ બંને જ્યારે મેદાન પર રન બનાવે છે ત્યારે મને સારૂ નથી લાગતું. એ બંને પુરાવો આપે છે કે, આ ક્રિકેટ પ્લેટફોર્મ ખૂબ જ મજબુત છે
પંજાબની ટીમ તા.12 એપ્રિલના રોજ પોતાની પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમશે. જોકે, આ સીઝનને લઈને ઘણા બધા ખેલાડીઓ ઉત્સાહી છે. ખાસ કરીને પંજાબ કિંગ્સ આ વખતે કેવું પર્ફોમ કરે છે એના પર સૌની નજર છે. વર્ષ 2014માં આ ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.