આઈપીએલ 2021ની હરાજી 18 ફેબ્રુઆરીનાં રોજ ચેન્નાઈમાં યોજાશે જેમાં 1097 પ્લેયર્સે આઈપીએલ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે પણ આ આઈપીએલમાં સચિનનાં દીકરા અર્જુન તેન્ડુલકર પર બધાની નજર રહેશે.
અર્જુન તેન્ડુલકરે આઈપીએલ 2021માં રજિસ્ટ્રેશન કરાવ્યું
ઈન્ડિયન પ્રિમીયર લીગ 2021ની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. જે અર્થે 18 ફેબ્રુઆરીએ મિની ઓક્શન યોજવામાં આવશે. તે પહેલા 1097 પ્લેયર્સે આઈપીએલ માટે રજિસ્ટ્રેશન કરાવી લીધુ છે, જેમાં ક્રિકેટરનાં ભગવાન કહેવામાં આવતા સચિન તેન્ડુલકરનાં દીકરા અર્જુન તેન્ડુલકરે પણ ભાગ લીધો છે.
આઈપીએલ 2021ની હરાજી માટે 814 ભારતીય અને 283 વિદેશી ખેલાડીઓ સામેલ છે. જેમાંથી 863 ખેલાડીઓ એવા છે જે અનકેપ્ડ છે અને 207 ખેલાડીઓ ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યા છે.
શ્રીસંત પણ આ વખતે આઈપીએલ રમતો જોવા મળશે. 2013માં તેનાં પર આઈપીએલ રમવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે પ્રતિબંધ ગયા વર્ષે પૂરો થઈ ગયો છે. તે ઉપરાંત શ્રીસંતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021 રમી લીધી છે.
પૂજારાની બેઝ પ્રાઇઝ 50 લાખ રુપિયા અને વિહારીની 1 કરોડ રુપિયા બેઝ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. હરભજન સિંહ, ગ્લેન મેક્સવેલ, કેદાર જાદવ, સ્ટીવ સ્મિથ, મોઈન અલી, સેમ બિલિંગ્સ, સિયમ પ્લંકેટ, જેસન રોય, માર્ક વુડ અને કોલિન ઈન્ગ્રામ પણ સામેલ છે. જેમની બેઝ પ્રાઇઝ 2 કરોડ રુપિયા નક્કી કરવામાં આવી છે.
કિંગ્સ ઈલેવન પંજાબ 53.20 કરોડ સાથે સૌથી વધારે બજેટ સાથે હરાજીમાં જોડાશે. ત્યારબાદ આરસીબી 35.90 કરોડ, રાજસ્થાન રોયલ્સ 34.85 કરોડ, સીએસકે 22.90 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ 15.55 કરોડ, ડીસી 12.9 કરોડ, કેકેઆર અને એસઆરએચ 10.75 કરોડનું બજેટ લઈને હરાજીમાં જોડાશે. આઈપીએલમાં કોઈ પણ એક ટીમ પાસે વધુમાં વધુ 25 અને ઓછામાં ઓછા 18 પ્લેયર્સ હોઈ શકે છે જેમાંથી 8 વિદેશી અને બાકીનાં ભારતીય પ્લેયર હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.