બીજા સેટના ઓક્શનમાં સેમ કુરને બધાને ચોંકાવી દીધા હતા, તેણે IPL ઓક્શનના અત્યારસુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. સેમ કુરન પર અનેક ટીમોએ બોલી લગાવી હતી, જેમાં મુંબઈ, રાજસ્થાન, ચેન્નાઇ, પંજાબનો સમાવેશ થાય છે. પરંતુ પંજાબ કિંગ્સની ટીમે 18.50 કરોડ રૂપિયાની બોલી લગાવીને સેમ કુરનને પોતાની ટીમમાં શામેલ કર્યો હતો અને IPLના ઇતિહાસમાં આટલા રૂપિયાની બોલી કોઇ ખેલાડી પર નથી લાગી. સેમ કુરને બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.
IPL 2023 માટે ખેલાડીઓની મિનિ હરાજી આજે કોચીમાં થઈ રહી છે. આ હરાજી 405 ખેલાડીઓના ભાવિનો નિર્ણય કરશે. આ હરાજીમાં બધાની નજર બેન સ્ટોક્સ, સેમ કુરન અને કેમેરોન ગ્રીન પર છે. હરાજીમાં 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 131 વિદેશી ખેલાડીઓ છે. 119 કેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે અને આ હરાજીમાં વધુમાં વધુ 87 સ્લોટ ઉપલબ્ધ છે, એટલે કે વધુ ખેલાડીઓ ખરીદવામાં આવશે નહીં. 87 ખેલાડીઓમાંથી વધુમાં વધુ 30 વિદેશી હોય શકે છે.
19 ખેલાડીઓ એવા છે જેમની બેઝ પ્રાઇઝ સૌથી વધુ 2 કરોડ રૂપિયા છે, આ તમામ ખેલાડીઓ વિદેશી છે. હરાજીના અંતે દરેક ટીમમાં ઓછામાં ઓછા 18 ખેલાડી અને વધુમાં વધુ 25 ખેલાડી હોય શકે છે. દરેક ટીમને વધુમાં વધુ 8 વિદેશી ખેલાડી લેવાની જ મંજૂરી હોય છે અને હૈદરાબાદ પાસે સૌથી વધુ 13 ખેલાડીઓ ખરીદવાની તક છે, કારણ કે તેમની ટીમમાં સૌથી ઓછા ખેલાડીઓ છે.
IPLના મિનિ ઓક્શનમાં બધા બેન સ્ટોક્સના ઓક્શનની રાહ જોઈ રહ્યા હતા, કે તેના પર સૌથી વધુ બોલી લાગશે, પરંતુ તેના પહેલા ઇંગ્લેન્ડના હેરી બ્રૂક પર IPLની ટીમોએ પૈસાનો વરસાદ કરી દીધો હતો. ઇંગ્લેન્ડના યંગ ક્રિકેટર હેરી બ્રૂક પર અનેક ટીમોએ બોલી લગાવી હતી અને જેમાં છેલ્લે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે સૌથી વધુ 13.25 કરોડની બોલી લગાવીને હેરી બ્રૂકને પોતાની ટીમમાં શામેલ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.