IPL શરૂ થાય તે પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ઝાટકો ,રૈના બાદ ભજ્જી પણ ખસી ગયો

પહેલા સુરેશ રૈના અને હવે સ્ટાર ઓફ સ્પિનર હરભજને આઈપીએલમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે.હરભજન આ સિઝનમાં નહીં રમે તેવી અટકળો છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી.જેના પર આજે પૂર્ણવિરામ લાગી ગયુ છે.

એવુ મનાય છે કે, હરભજને કોરોના વાયરસના ડરથી આઈપીએલમાં નહીં રમવાનુ નક્કી કર્યુ છે.

કોરોના વાયરસના કારણે આ વખતે આઈપીએલ યુએઈમાં રમાવાની છે.19 સપ્ટેમ્બરથી તેનો પ્રારંભ થવાનો છે.હરભજન આમ તો યુએઈ ગયેલી ટીમમાં જોડાયો નહોતો અને ત્યારથી જ તેના રમવા અંગે અટકળો શરુ થઈ ગઈ હતી.જોકે ભજ્જીએ આજે ટીમને સત્તાવાર રીતે આ સિઝનમાં નહીં રમવા અંગે જાણ કરી દીધી છે.ભજ્જી આઈપીએલમાંથી હટી જનાર બીજો પ્લેયર બન્યો છે.તેણે વ્યક્તિગત કારણસર નહીં રમવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, સીએસકેના બે પ્લેયર અને સપોર્ટ સ્ટાફના કેટલાક સભ્યો કોરોના પોઝિટિવ થયા છે અને તેના કારણે ટીમનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પણ વધારી દેવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.