યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલમાં બુધવારે મુંબઈ ઈન્ડિયનના ધુંઆધાર બેટસમેન સૂર્યકુમાર યાદવે ફરી બેંગ્લોર સામે મેચ વિનિંગ ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.
જોકે આ મેચ દરમિયાન બેંગ્લોરના કેપ્ટન કોહલી અને સૂર્યકુમાર વચ્ચે થયેલો ટકરાવ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.સૂર્યકુમાર યાદવનુ ઓસ્ટ્રેલિયા જનારી ટીમમાં સિલેક્શન નહીં થતા ક્રિકેટ ચાહકો જ નહી પૂર્વ ક્રિકેટરોએ પણ આશ્ચર્ય અનુભવ્યુ છે.
સૂર્યકુમાર યાદવ ઘરેલુ ક્રિકેટમાં પણ સતત સારો દેખાવ કરી રહ્યો છે.જોકે તેની પસંદગી નહીં થયા બાદ બેંગ્લોર સામેની મેચમાં 43 બોલ પર 79 રનની ઈનિંગ રમીને સૂર્યકુમારે પસંદગીકારોને ખોટા પૂરવાર કર્યા હતા.આ દરમિયાન સૂર્યકુમાર યાદવની એકાગ્રતા તોડવા માટે પણ કોહલીની ટીમે પ્રયત્નો કર્યા હતા.જોકે તેણે મગજ પરનો કાબૂ ગુમાવ્યો નહોતો.મેચ પૂરી થયા બાદ સૂર્યકુમારે પોતાની ટીમ તરફ ઈશારો કરીને કહ્યુ હતુ કે, ચિંતાની વાત નથી, હું હજી બેઠો છું.
એક સ્થિતિ એવી પણ આવી હતી જ્યારે સૂર્યકુમાર યાદવ અને કોહલીની નજર એક થઈ ગઈ હતી અને આંખો-આંખોમાં સૂર્યકુમારે ઈશારો કરી દીધો હતો.પીચ નજીક જ કોહલી અને સૂર્યકુમાર એક બીજાની સામે તાકી તાકીને જોઈ રહ્યા હતા.એ પછી સૂર્યકુમાર ત્યાંથી ખસી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.