ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બાયો બબલ માં કોરોના વાયરસ ની એન્ટ્રી થવા માટે કોલકાતા નાઇટ રાઇડર્સ ના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્વર્તીની બેદરકારી જવાબદાર હોવાના અહેવાલો આવી રહ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી કેપિટલ્સ ની સામે અમદાવાદમાં ગુરૂવારે રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ પહેલા વરૂણ ચક્રવર્તી પોતાના ખભાનો સ્કેન કરાવવા માટે હોસ્પિટલ (HOSPITAL) ગયો હતો અને તે પછી જ તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવઆવ્યો છે.
વરૂણ ચક્રવર્તી પોતાના ખભાના સ્કેન માટે બીસીસીઆઇના પ્રોટોકોલ અનુસાર ગ્રીન ચેનલ દ્વારા જ હોસ્પિટલ ગયો હતો. આ પ્રોટોકોલ અનુસાર ખેલાડી પીપીઇ કીટ (PPE KIT) પહેરીને ખાનગી વાહનમાં હોસ્પિટલ જઇ શકે છે અને તેની સારવાર માટે જે સ્ટાફ આવે છે તેણે પણ પીપીઇ કીટ પહેરવી જરૂરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.