ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સરકારી કંપની, રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના IPOને, ગુરુવારે અંતિમ દિવસે મળી,42.39 ગણી બોલીઓ

ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સરકારી કંપની રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (RailTel Corporation of India)ના IPOને ગુરુવારે અંતિમ દિવસે 42.39 ગણી બોલીઓ મળી. કંપનીના IPOને લગભગ દરેક શ્રેણીમાં વધુ Subscription પ્રાપ્ત થયું છે. RailTel IPOના હેઠળ શેરોમાં એલોટમેન્ટ 23 ફેબ્રુઆરી 2021ના રોજ થશે

જો આપને શેર લાગે છે તો આપના ખાતામાં 24 ફેબ્રુઆરીએ આવી જશે. પરંતુ જો આપને શેર નહીં લાગે તો આપના નાણા 24 ફેબ્રુઆરીએ પરત મળવાનું શરૂ થઈ જશે. શેરોનું લિસ્ટિંગ 26 ફેબ્રુઆરીએ થશે. ત્યારબાદ આ શેરોનું ટ્રેડિંગ કરી શકાશે.

16 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરીની વચ્ચે ખુલ્યો હતો આ IPO

નોંધનીય છે કે, રેલટેલનો IPO 16 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરીની વચ્ચે ખુલ્યો હતો. આ દરમિયાન 42 ગણું વધારે સબ્સક્રિપ્શન મળ્યું છે. આ આઇપીઓના માધ્યમી રેલટેલ લગભગ 819.24 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારીમાં છે.

રેલટેલ આઇપીઓની પ્રાઇઝ રેન્જ 93-94 રૂપિયા પ્રતિ શેર હતી. આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ, આઇડીબીઆઇ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યુરિટીઝ લિમિટેડ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ ઓફરના પ્રબંધક છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.