IPS Police: રાજ્યમાં IPSની બદલીઓને લઈને ચારેયકોર ચર્ચાઓનો દૌર, ક્યાં-કેટલી જગ્યાઓ છે ખાલી, જાણો હાલની સ્થિતિ ?

રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ચૂક્યુ છે, અને હાલમાં આચર સંહિતા લાદેલી છે, આવામાં આઇપીએસ ઓફિસરનોની બદલીનો દૌર પણ આવી શકે છે

IPS Police News: રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે એક નવા ચર્ચાએ જોર પકડ્યુ છે. રાજ્યમાં ગમે તે સમયે આઇપીએસ અધિકારીઓની બદલીઓ થઇ શકે છે. સુત્રો અનુસાર, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર આઇપીએસ અધિકારીઓને બદલી કરવામા આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા આવી નથી.

રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ચૂક્યુ છે, અને હાલમાં આચર સંહિતા લાદેલી છે, આવામાં આઇપીએસ ઓફિસરનોની બદલીનો દૌર પણ આવી શકે છે તેવી ચર્ચાઓ પોલીસ બેડામાં થવા લાગી છે. રાજ્યમાં IPSની બદલીઓને લઈને ચારેયકોર ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. રાજ્યમાં હાલની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં 11 IPS નવા પૉસ્ટિંગની જોઈ રાહ રહ્યા છે. 8 જેટલી IPSની અતિ સંવેદનશીલ પોસ્ટ ખાલી રહી છે. ચાર જિલ્લાના પોલીસ વડાની હજુ સુધી પૉસ્ટિંગ નથી થયું. સુરત પોલીસ કમિશનર પદે પણ હજુ સુધી કોઈનું પૉસ્ટિંગ નથી થયું. આ ઉપરાંત મહેસાણા, આણંદમાં પણ ડીએસપીની જગ્યાઓ ખાલી પડેલી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.