બગદાદમાં સિક્યોરીટી ફોર્સના જવાનોએ ગોળીબાર કરીને સરકાર વિરુદ્ધ પ્રદર્શનકારીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. પ્રદર્શનકારીઓ શહેરના ગ્રીન ઝોનમાં પ્રવેશવાની કોશિષ કરી રહ્યાં હતાં. ગોળીબારમાં અમુક લોકો ઘાયલ થયા છે જ્યારે અમુકનું મૃત્યું થયું છે. આ માહિતિ ન્યૂઝ એજન્સીએ સાક્ષીઓના નિવેદન બાદ રજૂ કરી છે. પ્રદર્શનકારીઓ બેરોજગારી, અપૂરતી સુવિધાઓ અને દેશમાં મોટાપાયે થઇ રહેલા ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યાં છે.
એક ન્યૂઝ એજન્સીએ રિપોર્ટમાં કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે સોમવારે બગદાદના અહરાર પુલ પર બેરિકેડને તોડીને લોકો આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. આ ઘટના અંગે સાક્ષીએ કહ્યું, કે ત્યારે પોલીસે ટિયરગેસની જગ્યાએ ગોળીઓ ચલાવી અને પાંચ લોકોનું તેમાં મૃત્યું થયું છે. એક સૂત્રએ દાવો કર્યો કે તેમાં 30 લોકો ઘાયલ છે જેમાં ઘણાને ચહેરા અને માથામાં ગોળીના કારણે ઇજા થઇ છે. ઘાયલોમાં સુરક્ષાદળોના જવાનો પણ સામેલ છે.
ઈરાકના વડાપ્રધાન આદિલ અબ્દેલ મહાદીએ આ દાવાને ફગાવીને કહ્યું હતું કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. એક અન્ય ન્યૂઝ એજન્સીએ પણ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેના કેમેરામેને પણ ચાર લોકોને મરતા જોયા હોવાનો દાવો કર્યો હતો. આ અંગે સિક્યોરિટી અને મેડિકલ સૂત્રોનું કહેવું છે કે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 22 ઘાયલ છે. આ ઘટનામાં પોલીસે રબર બુલેટ વાપરી હતી. ઘટના બાદ બગદાદ અને મોટાભાગના ઈરાકના વિસ્તારોમાં ઇન્ટરનેટ સુવિધા બંધ કરી દેવાઇ છે. એક મહિનાથી આ પ્રદર્શનો ચાલી રહ્યા છે. વડાપ્રધાન આદિલ અબ્દેલ મહાદીએ અગાઉ ટેલિવિઝન સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે લોકોની વાજબી માગણીઓ સ્વીકારવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.