ઇરાનનાં ચલણમાં ભારે ઘટાડો, એક ડોલર બરાબર 2,72,500 થયો રિયાલ

ઇરાનનાં રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ સંયુક્ત રાષ્ટ્રનાં તમામ પ્રતિબંધોને ફગાવી દીધા છે, વોશિંગ્ટનથી વધેલા આર્થિક દબાણનાં કારણે ઇરાનની સ્થાનિક ચલણ રવિવારે અત્યાર સુધીનાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઇ, ઇરાનનાં ચલણ રિયાલની કિંમત એક ડોલરની તુલનામાં તહેરાનમાં ચલણ વિનિમયની દુકાનો પર ઘટીને 2,72,500 પર આવી ગઇ, જુનમાં અત્યાર સુધી ડોલરની તુલનામાં રિયાલનાં મુલ્યમાં 30 ટકાથી વધુંનો ઘટાડો થયો છે, કેમ કે પ્રતિબંધોનાં કારણે ઇરાન વૈશ્વિક સ્તર પર ઓઇલ વેચવા માટે સમર્થ નથી.

વર્ષ 2015માં વૈશ્વિક શક્તિઓ સાથે ઇરાનની સમજુતી સમયે એક ડોલર બરાબર 32000 રિયાલ થતા હતાં, આ સમજુતી પર તત્કાલિન પ્રમુખ બરાક ઓબામા વહીવટી તંત્રએ હસ્તાક્ષર કર્યા હતાં, પરંતું ટ્રમ્પે તે સમજુતી ફગાવી દીધી હતી અને અમેરિકા તેમાંથી બહાર નિકળી ગયુ હતું,ચલણનું મુલ્ય ઘટવાની સાથે-સાથે ઇરાનનાં રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ટ્ર્મ્પ વહીવટી  તંત્રની શનિવારે નિંદા કરી.

રૂહાનીએ કહ્યું કે જો સમજુતી પર હસ્તાક્ષર કરનારા અન્ય સભ્યો પોતાની જવાબદારી નિભાવતા નથી તો ઇરાન આ સમજુતીથી બહાર નિકળી જશે, કેમ કે ઇરાન માટે ઓઇલ વેચવું મોટી ચિંતા છે, પ્રતિબંધોને ફરીથી લાગું કરાવવા માટે અમેરિકાનાં પગલાને દુનિયાભરનાં દેશોએ ગેરકાનુની ઠરાવ્યા છે, અને સપ્તાહે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠક પહેલા  વૈશ્વિક સંસ્થામાં જોર-જબરજસ્તીની શક્યતા પેદા થઇ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.