ઇરાકમાં ફરી એકવાર અમેરિકન સેના પર કત્યુશા રોકેટથી થયો ભયંકર હુમલો

બગદાદના ઉત્તરમાં અમેરિકન નેતૃત્વવાળા ગઠબંધન સેનાઓની હાજરીવાળા એક ઇરાકી એરબેઝને કત્યુશા રોકેટથી નિશાન બનાવ્યાની માહિતી સામે આવી છે. ઇરાકી સેનાએ આ અંગેની માહિતી આપી હતી. આ પ્રતિષ્ઠાનો પર અમેરિકન સૈનિક તૈનાત છે. ઇરાકી સેનાએ નિવેદનમાં કહ્યું કે જો કે તાજી સ્થિત શિબિર પર રોકેટ દાગવામાં આવ્યા છે તેમાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

આની પહેલાં ઇરાકના અલ બલાદ એરબેઝ પર 8 મોર્ટાર દાગવામાં આવ્યા હતા, તેમાં 7 મોર્ટારે એરબેઝના રનવેને નુકસાન પહોંચાડ્યું હતુ. આ હુમલામાં ઇરાક સેનાના ચાર જવાન ઘાયલ થયા હતા. જો કે આ હુમલાની કોઇએ જવાબદારી લીધી નથી. અમેરિકા આરોપ લગાવી ચૂકયું છે કે ઇરાકમાં ઇરાન સમર્થિત ગ્રૂપની તરફથી આ હુમલો કરાઇ રહ્યો છે.

ઇરાકની રાજધાની બગદાદથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલા એરબેઝ પર આ હુમલો સોમવાર સાંજે થયો હતો, જેમાં ચાર જવાન ઘાયલ થયા હતા અને બિલ્ડિંગને પણ નુકસાન થયુ હતું. બલાદ એરબેઝ ઇરાકનું સૌથી મોટું એરબેઝ છે. અમેરિકન સેન તેને લોજિસ્ટિકસ સપોર્ટ એક્ટિવિટી (એલએસએ) એનાકૉન્ડાના નામથી ઓળખાય છે.

આ હુમલો ઇરાકી ઇરાન સમર્થિત શિયા મિલીશિયા અસૈબ અહલ અલ-હકના નેતા કૈસ અલ-ખજાલીના નિવેદનના થોડાંક દિવસ બાદ આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ઇરાનના સૈન્ય કમાન્ડરના મોતના બદલામાં ઇરાનનો શરૂઆતી જવાબ આવી ચૂકયો છે અને ઇરાકને અમેરિકન હવાઇ હુમલાનો જવાબ આપવાનો સમય આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.