ઈરાનના હુમલા બાદ ક્રૂડનાં ભાવમાં ભડકો, સમગ્ર દુનિયા પર કેવી પડશે અસર જાણો

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધતાની સાથે જ કાચા તેલની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. એક અગ્રણી એજન્સીના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચે સંઘર્ષના કારણે બુધવારે સવારે કાચા તેલની કિંમતમાં 3.5 ટકાનો વધારો નોંધાયો છે.

આ પહેલા સોમવારે બેન્ચમાર્ક કાચા તેલ બ્રેટ ક્રૂડના ભાવમાં 70 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે. આ પહેલા સપ્ટેમ્બરમાં સાઉદી અરામકો પર થયેલા હુમલા પછી બ્રેટનો ભાવ 70 ડૉલરથી ઉપર ઉછળ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે.

ઇરાકમાં અમેરિકાના એરબેઝ પર ઇરાન દ્વારા મિસાઇલોથી હુમલા કર્યાના સમાચાર છે. પેંટાગનના મતે તેમના એરબેઝ પર એક ડઝનથી વધુ મિસાઇલો છોડાઇ છે. એરબેઝ પર અમેરિકાની સાથે ગઠબંધન સેનાઓ તૈનાત છે. આ હુમલામાં અમેરિકા અને ગઠબંધન સેનાઓને હજુ સુધી કોઇપણ નુકસાનના સમાચાર નથી.

ઇરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે. ઇરાને સુલેમાનીના મોતનો બદલો લેવાની ધમકી આપી હતી તો અમેરિકા પણ પાછળ હટીશું નહીં તેમ કહ્યું હતું. આની પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના 52 ઠેકાણાને નિશાન બનાવાની ધમકી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.