ઈરાન રાષ્ટ્રપતિ હસન રુહાની એ અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બાઇડેના પ્રશાસન ના કર્યા વખાણ

ઇરાન એ અમેરિકા માં નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનના નેતૃત્વના વખાણ કર્યા છે. ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની એ કહ્યું કે તેમને કોઇ શંકા નથી કે બાઇડેન પ્રશાસન 2015ના પરમાણુ કરાર માં ફરીથી સામેલ થશે. આપને જણાવી દઇએ કે મે,2018માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ઇરાન (Iran) ઉપર પરમાણુ કરારના ઉલ્લંઘનનો આરોપ મૂકતા એકતરફી તોડવાની જાહેરાત કરી હતી.

કરારમાં ઇરાન (Iran), અમેરિકા (America), ફ્રાન્સ (France), બ્રિટન (Britain), ચીન (China), રશિયા (Russia) અને યુરોપિયન યુનિયન (EU) સામેલ હતું.

રૂહાનીએ કહ્યું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઇરાનનો પ્રતિરોધ ભવિષ્યની અમેરિકન સરકારને ઝૂકાવવાનું, તેમની પ્રતિબદ્ધતાઓ પર પાછા આવવાનું અને અમારી ઉપર લાગેલા પ્રતિબંધોને તોડવા પર મજબૂર કરશે

ઇરાની અધિકારીઓએ કહ્યું કે તેમનો દેશ એ શરત પર જેસીપીઓએમાં પાછો ફરવા માટે તૈયાર થશે જ્યારે મોટું વળતર ચૂકવવામાં આવે. અમેરિકાએ અમને પ્રતિબંધોથી થયેલ આર્થિક નુકસાનીની ભરપાઇ માટે વળતર પણ આપવું પડશે. બાઇડેન એ પણ રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં પોતાના ભાષણોમાં એ સંકેત આપ્યા હતા કે તેઓ ઇરાનની સાથે પરમાણુ કરારમાં ફરીથી સામેલ થઇ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.