ઇરાને સંખ્યાબંધ મિસાઇલોથી કર્યો ઘાતક હુમલો, ટ્રમ્પે દુનિયાને આપ્યું આ નિવેદન

ઇરાન દ્વારા ઇરાકમાં બે અમેરિકન બેઝ પર મિસાઇલ હુમલા બાદ ક્ષેત્રમાં સ્થિતિ ખૂબ જ તંગદિલી ભરેલી થઇ ગઇ છે. અમેરિકાએ કહ્યું કે તેઓ આ હુમલા પર ખૂબ જ નજીકથી નજર બનાવી છે. આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે બધુ બરાબર છે.

ટ્રમ્પની ટ્વીટ, ઓલ ઇઝ વેલ

ઇરાનના હુમલા બાદ ટ્રમ્પે ટ્વીટ કરી લખ્યું છે કે, ‘ઓલ ઇઝ વેલ. ઇરાનની તરફથી ઇરાકમાં અમેરિકાના બે સૈન્ય ઠેકાણા પર મિસાઇલ છોડવામાં આવી છે. અફડાતફડી અને નુકસાનની આકરણી કરાઇ રહી છે. અત્યાર સુધી બધુ બરાબર છે. અમે સૌથી તાકાતવાર છીએ અને દુનિયામાં દરેક જગ્યાએ ટેકનોલોજીની ક્ષમતાથી લેસ છીએ. હું આવતીકાલે સવારે આના પર નિવેદન રજૂ કરીશ.’

અમેરિકાની નજીકથી નજર

વ્હાઇટ હાઉસે નિવેદન રજૂ કરીને કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇરાનની કાર્યવાહીની માહિતી આપી છે. વૉશિંગ્ટન સ્થિતિ પર નજર રાખીને બેઠું છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સ્ટીફન ગ્રીશમે કહ્યું કે ઇરાકમાં અમેરિકન પ્રતિષ્ઠાનો પર હુમલાની કાર્યવાહીની અમને માહિતી છે. રાષ્ટ્રપતિને આ અંગે માહિતી આપવામાં આવી છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા ટીમ પાસેથી પણ સલાહ લેવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.