અમેરિકન હુમલામાં ઇરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદથી ઇરાન અને અમેરિકા બંને એકબીજાની વિરૂદ્ધ આકરા તેવર અપનાવી રહ્યા છે. રવિવારના રોજ ટ્રમ્પે ઇરાનને બ્રાન્ડ ન્યૂ હથિયારોથી હુમલાની ધમકી આપી. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રકાશિત સમાચાર પ્રમાણે તેની થોડીક જ વારમાં ઇરાને ટ્રમ્પનું માથું વાઢનારને 80 મિલિયન ડોલર ઇનામ (અંદાજે 5.76 અબજ ભારતીય રૂપિયા) પેટે આપવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પના માથા માટે ઇરાની આપશે દાન
જનરલ સુલેમાનીના અંતિમ સંસ્કાર દરમ્યાન એક સંસ્થાએ ઇરાનના તમામ નાગરિકો પાસેથી એક ડોલર દાન કરવાની અપીલ કરી છે. ટ્રમ્પના માથાની બદલામાં મૂકવામાં આવેલા 80 મિલિયન ડોલરની રકમને એકત્રિત કરવા માટે સંસ્થાએ તમામ ઇરાની નાગરિકો પાસેથી દાનની અપીલ કરી છે. મસાદમાં જે સમયે સુલેમાનીના અંતિમ સંસ્કાર કરાયા હતા તે દરમ્યાન એક ઇરાની સંસ્થાએ આ જાહેરાત કરી.
ટ્રમ્પની પણ ઇરાનને ધમકી, નુકસાન પહોંચાડ્યું તો…
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટ્વિટર પર સતત ઇરાનની વિરૂદ્ધ પોસ્ટ લખી રહ્યા છે. માથા પર ઇનામ જાહેર કર્યા બાદ ટ્રમ્પે પણ એક ટ્વીટ કરી. તેમણે કહ્યું કે ઇરાન જો કોઇ યુએસ પ્રતિષ્ઠાન કે અમેરિકનનને ઇજા પહોંચાડી તો તેને તાત્કાલિક અને સંપૂર્ણપણે ખતરનાક અંદાજમાં જવાબ અપાશે. આવી કાયદાકીય નોટિસની આમ તો જરૂર નથી પરંતુ તેમ છતાંય મેં ચેતવી દીધા છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.