ઇરાક સ્થિત અમેરિકન દૂતાવાસ પર થયેલા રોકેટ હુમલા બાદ અમેરિકા ખુલીને મેદાનમાં આવી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપતા કહ્યું છે કે યુએસ આર્મીએ ઇરાનના 52 ઠેકાણાની ઓળખ કરી લીધી છે અને જો ઇરાન કોઇપણ અમેરિકન સંપત્તિ કે નાગરિક પર હુમલો કરે છે તો તેના પર ખૂબ જ ઝડપથી અને ખૂબ જ વિધ્વંસક હુમલો કરશે.
જો કે અમેરિકન હુમલામાં ઇરાકમાં ઇરાની જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ શનિવાર લગભગ અડધી રાત્રે બગદાદમાં અમેરિકન દૂતાવાસ અને બલાદ એરબેઝ પર ઇરાન સમર્થક મિલિશિયા રોકેટ સાથે જોડાઇ તાબડતોડ પ્રહારો કર્યા છે. ત્યારબાદ અમેરિકા ભડકી ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.