ઈરાનની અમેરિકાને ચેતવણી, હવે હદ પાર કરી તો બરબાદ કરી દઈશુ

અમેરિકા અને ઇરાન વચ્ચેના મતભેદો વધતા જ જાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને ઇરાનમા થયેલા હિંસક દેખાવોની આકરી ટીકા કરી હતી. જેના કારણે બંન્ને દેશો વચ્ચે દબાણ વધી રહ્યુ છે.

ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડસના પ્રમુખ જનરલ હુસૈન સલામીએ સરકારના સમર્થનમા આયોજીત રેલીમા અમેરીકાને ચેતવણી આપતા કહ્યુ કે, જો અમેરિકા અને તેના સહયોગીઓ હદ પાર કરશે તો, તે તેમનો વિનાશ કરી દેશે.

જનરલ હુસૈન સલામીએ યુકે, અમેરિકા, ઇઝરાયલ અને સાઉદી અરબ પર ઇરાનમા અશાંતિ ફેલાવવા માટે આરોપ લગાવ્યો. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ કે, આ હિંસક પ્રદર્શનોમા ડઝનો લોકો માર્યા ગયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.