ઇરફાન બાઇસેપ્સ જોઇને થયો હેરાન,ક્રિસ અને ઇરફાનની તસવીર થઇ વાયરલ

પીટરસને 75 રન બનાવ્યા તો બીજી તરફ ઇરફાને 61 રન બનાવ્યા હતા. ઇરફાન ભારતને જીત ન અપાવી શક્યા પરંતુ તેમની બેટિંગની ખુબ પ્રશંસા થઇ હતી. મેચ દરમિયાન બધાની નજર પૂર્વ ઇંગ્લિશ ખેલાડી ક્રિસ ટ્રેમલેટ પર આવીને થંભી ગઇ.

મેચ દરમિયાન જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ઇરફાન પઠાણ તેના બાઇસેપ્સ સાથે પોતાના બાયસેપ્સ માપતા નજર આવ્યા હતા. સોશ્યલ મિડીયા પર બંનેની આ તસવીર ખુબ વાયરલ થઇ રહી છે. ઇરફાનની મસ્તી જોઇને ફેન્સ કમેન્ટ કરી રહ્યાં છે.

ઇન્સ્ટાગ્રામ પર તેમની ઘણી તસવીર છે જેમાં તે તેમની વાઇફ સાથે જોવા મળે છે. બંને વેઇટ લિફ્ટીંગ કરે છે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં તે ઇંગ્લેન્ડ લિજન્સ તરફથી રમી રહ્યાં છે.

ક્રિસે ઇંગ્લેન્ડ તરફથી 12 ટેસ્ટ અને 15 વન ડે મૅચ રમી છે. ટેસ્ટમાં તેના નામે 53 વિકેટ અને વનડેમાં 15 વિકેટ છે. અત્યાર સુધી 59 ટી20 મૅચ રમીને કુલ 75 વિકેટ પોતાના નામ કરી ચૂક્યો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.