૨૪ કલાકમાં નોંધાયા અધધ કેસ, શું કોરોનાની ત્રીજી લહેરનું તોળાઈ રહ્યું છે જોખમ…

ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોના (Coronavirus) ના નવા કેસ હજુ પણ 35 હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 560 લોકોના મૃત્યુ થયા છે.

એક દિવસમાં 38 હજારથી વધુ કેસ ;
આજે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,079 દર્દીઓ નોંધાયા છે. હાલ દેશમાં 4,24,025 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 97.31% થયો છે.

શુક્રવારે 38,949 કેસ નોંધાયા હતા ;
ગઈ કાલે એટલે કે શુક્રવારે દેશભરમાં કોરોનાના નવા 38,949 કેસ નોંધાયા હતા. જ્યારે 40,026 દર્દીઓ રિકવર થયા હતા. એક દિવસમાં 542 લોકોના મૃત્યુ થયા છે.

એક દિવસમાં 19 લાખથી વધુ કોરોના ટેસ્ટ ;
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 19,98,715 ટેસ્ટ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં થયેલા કોરોના ટેસ્ટિંગનો આંકડો 44,20,21,954 પર પહોંચી ગયો છે.

https://www.youtube.com/watch?v=BVaATxM7gqc

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.