ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના સંબંધો IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સારા દેખાઈ રહ્યા નથી અને હાલમાં જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી CSK સાથે સંબંધિત IPL 2021 અને 2022ની તમામ પોસ્ટ હટાવી દીધી છે. જાડેજાના આ પગલા બાદ ક્રિકેટ ફેન્સ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ફેન્સ તો એમ પણ કહી રહ્યા છે કે આગામી સિઝનમાં જાડેજા બીજી ટીમની જર્સીમાં આઈપીએલ રમતા જોવા મળશે.
રવીન્દ્ર જાડેજાને IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે તેની કેપ્ટનસીમાં CSKનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને ટીમને 8માંથી 6 મેચ હારવી પડી હતી. જાડેજા પોતે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો.
જાડેજા તેના બોલ પર વિકેટ તો બહુ દૂરની વાત પરંતુ તે રન પણ રોકી શક્યા ન હતા અને બેટિંગમાં પણ તે લયમાં દેખાતો નહોતો. તેણે 8 મેચ બાદ જ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી તેણે ધોનીની કેપ્ટન્સીમાં 2 મેચ રમી અને પછી ઈજાના કારણે બાકીની ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો.
જ્યારે જાડેજા ઈજાના કારણે IPLમાંથી બહાર થયો ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેની અને CSK ફ્રેન્ચાઈઝી વચ્ચે બધુ બરાબર નથી અને હવે જાડેજાના આ પગલાએ સંકેત આપ્યો છે કે તેના અને CSK વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. આ સદી પછી અને જ્યારે તેને IPL 2022 સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેનો જવાબ CSK સાથે મતભેદ તરફ ઈશારો કરતો જોવા મળ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.