છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલ ફોન ગ્રાહકોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. અત્યારે ઘરના દરેક બીજા સભ્યની પાસે સ્માર્ટફોન છે, પરંતુ જેટલી ઝડપથી સ્માર્ટફોન કસ્ટમર્સ વધ્યા છે એટલી ઝડપથી નેટવર્ક સિગ્નલમાં સુધારો નથી થયો.અને ઘણી વખત એવું બને છે કે કોઈ જરૂરી કોલ ચાલુ હોય અને કોલ ડ્રોપ થઈ જાય છે. આજે જાણો કેટલીક એવી ટિપ્સ વિશે જેનાથી તમે તમારા ફોનના નેટવર્કને સરળતાથી સુધારી શકો છો.
તમે તમારા ઘરમાં મોબાઈલ નેટવર્ક સુધારવા માટે મોબાઈલ સ્માર્ટ સિગ્નલ બૂસ્ટરનો ઉપયોગ કરી શકો છો. સ્માર્ટ સિગ્નલ બૂસ્ટર, સિગ્નલ તમારા સુધી પહોંચે તે પહેલા બેસબેન્ડ પ્રોસેસર સિગ્નલને સાફ કરે છે, પછી સિગ્નલ તમારા સુધી પહોંચે છે. સ્માર્ટ સિગ્નલ બૂસ્ટરનો ઉપયોગ સરળ છે. તમારે માત્ર તેને પ્લગ કરવાનું છે તે પછી તમારે એન્ટેનાને એડજસ્ટ કરવાની લાંબી સમસ્યાનો સામનો નહીં કરવો પડે.અને સ્માર્ટ સિગ્નલ બૂસ્ટર એનાલોગ સિગ્નલ બૂસ્ટરની સરખામણીએ થોડા મોંઘા હોય છે એટલા માટે જો તમારા ઘરમાં સિગ્નલની સમસ્યા છે તો આ તમારા માટે એક સારો ઓપ્શન હશે.
જો તમારા ઘરમાં સિગ્નલ સારું છે પરંતુ તમારા ઘરના કોઈપણ રૂમમાં સિગ્નલની સમસ્યા છે, તો તમારા માટે સેલ્યુલર રિપીટર વધુ સારો અને સસ્તો વિકલ્પ હશે. અને એક સારું સેલ્યુલર રીપીટર 2500થી 6000 રૂપિયામાં સરળતાથી મળી જાય છે. સેલ્યુલર રિપીટર એન્ટેનાને એવી જગ્યાએ મૂકો જ્યાં ઓછામાં ઓછા 2 વખત સિગ્નલ આવતા હોય, થઈ શકે છે કે તમને તેને ઈન્સ્ટોલ કરવામાં થોડી સમસ્યા થાય તેથી તમને ટેક્નોલોજીની જરૂર પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.