લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 2017થી રાજ અનડકટ ‘ટપુ’નો રોલ પ્લે કર્યો છે. રાજ પહેલાં ભવ્ય ગાંધી આ પાત્ર ભજવતો હતો. હવે ચર્ચા છે કે રાજ આ શો છોડી રહ્યો છે. રાજે આ અંગે કંઈ જ વાત કરી નથી. સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ આ અંગે વાત કરી હતી.
મુનમુન દત્તાને (બબીતા)કારણે શો છોડ્યો?
મળતા રિપોર્ટ પ્રમાણે, મુનમુન દત્તા તથા રાજ વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. રાજે મુનમુન દત્તા સાથેની રિલેશનશિપને કારણે આ શો છોડ્યો હોવાનું માનવામાં આવે છે. જોકે આ અંગે હજી સુધી કોઈએ કંઈ જ કહ્યું નથી.
અસિત મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘મને કંઈ જ ખબર નથી, ના મને તો આ વાતનો ખ્યાલ જ નથી.’
સૂત્રના જણાવ્યા મુજબ રાજ માટે આ સિરિયલમાં કામ કરવાની સફર ઘણી જ ખટ્ટ-મીઠ્ઠી રહી. અનેકવાર ટીમે તેને સુધારવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આમ થઈ શક્યું નહીં. હવે રાજ લાંબા સમય સુધી આ સિરિયલ સાથે જોડાયેલો રહેવા માગતો નથી અને કાસ્ટ-ક્રૂ પણ રાજને રોકવા માટે તૈયાર નથી.
રાજ અનડકટે પણ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી, તેણે કહ્યું હતું, ‘જે લોકો સો.મીડિયામાં મારા વિશે ગમે તેમ લખે છે, મહેરબાની કરીને એકવાર વિચારો કે મારા જીવનમાં આ કારણે કેટલી સમસ્યા આવશે. મારા વિશે ચાલતા આ ખોટા ન્યૂઝ મારી સંમતિ વગર છાપવામાં આવે છે. જે પણ ક્રિએટિવ લોકો આ બધું કરી રહ્યા છે, મહેરબાની કરીને તમારી રચનાત્મકતા અન્ય કોઈ બાબતમાં લગાવો,
અને ભગવાન તમને સારા વિચારો આપે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.