શુ તમારા વાળ સફેદ છે? તો કેમિકલવાળા કલર કે ડાઈ સિવાય 3 ઘરેલુ વસ્તુથી થશે વાળ કાળા..

વાળના સફેદ થવાના કોઈ ખાસ કારણો હોતા નથી, વાળ ઉંમરના કારણે, વાતાવરણના કારણે, ખાનપાનના કારણે અને અન્ય અનેક કારણોથી સફેદ થાય છે અને અચાનક વાળ સફેદ દેખાય તો તેને તોડવાનું ટાળો. આ સાથે તેને કલર કરવાનું કે ડાઈ કરવાનું પણ ટાળો.જો શક્ય હોય ત્યાં સુધી વાળમાં મહેંદીનો પ્રયોગ કરો. તેનાથી વાળ લાલ થશે. જો તમે વાળમાં લાલ કલર કરવા નથી ઈચ્છતા તો તમે આ ખાસ ટ્રિક સાથે મહેંદી યૂઝ કરી શકો છો. તે તમારી મદદ કરશે.

કોફીનો પ્રાકૃતિક રંગ વાળને કાળા કરવામાં લાભદાયી રહે છે.અને આ માટે એક વાસણમાં એક કપ પાણી ગરમ કરો અને તેમાં એક ચમચી ભરીને કોફી પાવડર મિક્સ કરો. જ્યારે પાણી ઠંડું થાય તો તેમાં મહેંદી પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. જ્યારે પેસ્ટ તૈયાર થઈ જાય તો તેને એક કલાક રહેવા દો અને પછી તેમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને વાળમાં લગાવી લો.અને આ મિશ્રણથી તમે વાળને લાલ નહીં પણ કાળા કરી શકશો.

શરૂઆતના સમયમાં જો તમે સફેદ વાળ પર અલોવેરા જેલનો ઉપયોગ યોગ્ય રીતે કરશો તો 1-2 વાળ સરળતાથી કાળા થઈ જશે.અને અલોવેરા જેલમાં લીંબુંનો રસ મિક્સ કરી લો અને વાળમાં લગાવો. જો તમે રોજ નહીં લગાવી શકો તો તમે અઠવાડિયે 1 વાર લગાવી શકો છો. થોડા દિવસો બાદ તમે તેની અસર જોઈ શકશો.

કેટલાક લીમડાના પાન લો અને તેને સારી રીતે પીસી લો. અને તેમાં 2 ચમચી આમળાના પાવડર, 2 ચમચી બ્રાહ્મી પાવડર મિક્સ કરો અને પાણીની સાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. તેને હેર માસ્કને મૂળમાં લગાવો. એક કલાક બાદ માથું સારી રીતે ધોઈ લો. તમને તેની અસર જોવા મળશે અને આ નુસખો વાળને કાળા અને ભરાવદાર બનાવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.