ભારત સરકારની સ્ક્રેપ વિહિકલ પોલીસીને લઈને ગુજરાતમાં આજે ૧૩મી ઓગસ્ટે જાહેરાત થશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી નો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના સવા કરોડથી વધુ જુના વાહનો ને ભંગારમાં લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભ બે યોજના જાહેર કરવામાં આવી શકે છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજરી આપશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ પોલીસમાં ઓનલાઈન એટલે કે વચ્યુઁઅલી હાજરી કાર્યક્રમમાં આપશે.કેન્દ્રીય માર્ગ અને પરિવારને મંત્રી નિતિન ગડકરી ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને તેના ઉપર બનેલી તાજ હોટલની પણ મુલાકાત લઈ શકે છે. સાયન્સ સીટીની પણ મુલાકાત લઈ શકે છે.
https://www.youtube.com/watch?v=sR2zcFddoB8&t=330s
કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી. જુના વાહનોને કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકાર ને કહેવામાં આવતા સ્ક્રેપ પોલીસી બનાવાઈ છે.
૧૫ વષઁ જૂનાં વાહનોને ભંગારવાડે લઈ જઈને સ્ક્રેપ કરવાં પડશે.આ પોલિસી રિયુઝ, રિડયુઝ અને રિસાઈકલ એમ ત્રણ ‘R’ પર આધારિત છે.આપને જણાવી દઈએ કે ભારતમાં હાલ જૂનાં વાહનોનાં નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર વ્યવસ્થા ગોઠવવા માટે પ્રયત્નશીલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.