દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણીઅ તાજેતરમાં જ પોતાનો 28મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. ઇશાના બર્થ ડે પર શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઇશાના બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
લગ્ન પછી ઇશાનો આ પહેલા બર્થ ડે છે. ઉલ્લેખનીય છે કે, ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં થયા હતા.
ઇશા અંબાણીની સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી ફોટોમાં જોઇ શકાય છે કે ઇશાએ પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે. ઇશાની સામે આવેલી ફોટોમા આર્ટિફિશિયલ પેઇન્ટ ટ્યૂબ પાસે ઉભી રહીને પોઝ આપી રહી છે. ડેકોરેટેડ પેઇન્ટ ટ્યૂબ ઉપર હેપ્પી બર્થ ડે ઇશા લખેલું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.