છેલ્લાં કેટલાંક સમયથી ઇન્ડિયન પ્રીમિયર લીગ અને આંતરારાષ્ટ્રીય મેચોમાં નિષ્ફળ નિવડેલા ટીમ ઇન્ડિયાના ઓપનર ઇશાન કિશાને બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડે મેચમાં બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. વન-ડે મેચોમાં બેવડી સદી ફટકારનાર ઇશાન ચોથો ભારતીય ક્રિકેટર બની ગયો છે અને બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝ આમ તો ભારત હારી ચૂક્યું છે, પરંતુ ત્રીજી વન-ડેમાં ઇશાને પોતાનો કરિશ્મા બતાવ્યો છે અને બેવડી સદી ફટકારી છે.
બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં ઈશાન કિશને ઈતિહાસ રચ્યો હતો. તેવન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય છે. ઈશાન કિશને માત્ર 131 બોલમાં 200 રન પૂરા કર્યા. આ દરમિયાન તેના બેટમાંથી 24 ચોગ્ગા અને 10 છગ્ગા નીકળ્યા હતા.અને આ બેવડી સદી સાથે ઈશાન કિશને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
ભારત માટે વન-ડે ક્રિકેટમાં ઇશાન કિશન પહેલાં સચિન તેડુંલકર, વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માએ બેવડી સદી લગાવી હોવાનો રેકોર્ડ છે. જો કે ઇશાન કિશને માત્ર 131 બોલમાં ડબલ સેન્ચૂરી ફટકારી દીધી હતી. ઇશાન 131 બોલમાં 210 રન બનાવીને આઉટ થઇ ગયો હતો અને આ તોફાની બેટીંગમાં તેણે 24 ચોગ્ગા અને 10 સિક્સર ફટકારી દીધા હતા.
ઇશાન કિશને તેની ડબલ સેન્ચૂરી 126 બોલમાં પુરી કરી હતી. તેની સાથે જ વન-ડે ક્રિક્રેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ તેના નામે થઇ ગયો છે અને ઇશાને વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ વિસ્ફોટક ક્રિક્રેટર ક્રિસ ગેલને પણ પાછળ છોડીને રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. ક્રિસ ગેલે 138 બોલમાં બેવડી સદી મારી હતી.
વન-ડે મેચમાં સૌથી વધારે સ્કોર કરવાના મામલે ઇશાન છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે અને આ પહેલાં રોહિત શર્માના નામે 264 રન, માર્ટિન ગપ્ટિલ 237 ( નોટ આઉટ) વીરેન્દ્ર સહવાગ 219, ક્રિસ ગેલ 216 અને ફખર જમાં ( નોટ આઉટ) 210નો રેકોર્ડ છે.
ઇશાન કિશને બાંગ્લાદેશ સામેની વન-ડે મેચમાં પોતાની ઇનિંગમાં 10 છગ્ગા ફટકારી દીધા છે અને બાંગ્લાદેશ સામેની મેચમાં સૌથી વધારે સિક્સર મારવાનો રેકોર્ડ હવે તેના નામે થઇ ગયો છે.
ઇશાન કિશનને IPLમાં મુંબઇ ઇન્ડિયન્સે 12 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ IPLમાં તેનું પ્રદર્શન નિરાશા જનક રહ્યું હતું અને તેની પાસેથી ચાહકોને ઘણી અપેક્ષા હતી. પરંતુ બાંગ્લાદેશ સામેની મેચમાં ઇશાન પુરબહારમાં ખીલી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.