પોણા બે વર્ષ પહેલાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નડિયાદના ઈસમને આજીવન કેદની સજા

નડિયાદનો એક ઈસમ પોણા બે વર્ષ અગાઉ 14 વર્ષની એક સગીરાને તેના ઘર પાસેથી ભગાડી લઈ જઈ વિવિધ સ્થળોએ લઈ જઈ, સગીરાની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ કેસમાં અદાલતે પુરાવા અને દલીલોને ધ્યાને લઈ ઈસમને આજીવન કેદની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.

બનાવની વિગત એવી હતી કે નડિયાદના ચકલાસી ભાગોળ ઢેઢાવાડીયા, હરીઓમનગર પાસે રહેતો જય ઉર્ફે સોનુ ગણપતભાઈ તળપદા ગત તા.17-06-2021ના રોજ રાત્રીના 3 વાગે 14 વર્ષ છ માસની સગીરા પોતાના ઘરની બહાર આવેલ બાથરુમે જઈ રહી હતી. દરમિયાન આ ઈસમ સગીરાને બળજબરીથી તેના ઘર પાસેથી ઉઠાવી લઈ કરસમદ રેલવે સ્ટેશન અને ત્યાંથી અમદાવાદ અને ઉત્તરસંડા લઈ ગયો હતો. જ્યાં તેણી સગીરાની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો.અને આ બનાવ અંગે સગીરાના વાલી દ્વારા નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી.અને ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ પુરાવો મળતાં કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.

બનાવ બાદ સગીરા ડરી ગઈ હોય પોલીસ સમક્ષ વિશેષ કંઈ બોલી શકી નહોતી, પરંતુ સગીરા કોર્ટમાં હાજર થતા આરોપીએ જે દુષ્કૃત્ય આચર્યું હતું તેની તમામ વિગત કોર્ટને જણાવી હતી. સરકારી વકીલ ધવલ આર.બારોટે આરોપી વિરુદ્ધ ચાર્જ અલ્ટર કરવા માટેની અરજી આપતા કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ કેસ સ્પે.જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ધવલ આર.બારોટની દલીલો, પુરાવાને ધ્યાને લઈ અદાલતે જય ઉર્ફે સોનુને આજીવન કેદની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.