ઈઝરાયલ સતત ભારતને,કોર્ટના નિર્ણયની વિરુદ્ધ ઉભા રહેવા પર,મુકી રહ્યું છે ભાર

 

ફિલિસ્તાની વિસ્તાર (Palestinian territories)ને લઈને આપેલા આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના ચૂકાદા બાદ ઈઝરાયલ ભારત પાસે મદદની આશા લગાવી રહ્યું છે. ઈઝરાયલ સતત ભારતને કોર્ટના નિર્ણયની વિરુદ્ધ ઉભા રહેવા પર ભાર મુકી રહ્યું છે.

અંગ્રેજી અખબારની રિપોર્ટ અનુસાર ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તે આ પત્રના માધ્યમથી ભારત પાસે નિર્ણયની વિરુદ્ધ ઊભા રહેવા માટે માંગ કરી રહ્યા છે. સાથે ઈઝરાયલના ICCના ન્યાય અને સામાન્ય જ્ઞાન પર હુમલો રોકવાનો એક સંદેશ મોકલવા ઈચ્છે છે.

ભારત કોર્ટના આદેશ અને નિર્ણયો પર કોઈ પ્રતિક્રિયા આપવા ઈચ્છતું  નથી

ઈઝરાયલએ ICCના નિર્ણય આવવાના 2 દિવસ બાદ ભારતને પત્ર લખ્યો હતો. ત્યારે દિલ્હીએ હજું સુધી આ સંબંધમાં કોઈ જવાબ આપ્યો નથી.

ભારતનો નિર્ણય નિર્ણય કાશ્મીર અને બીજા  મુદ્દા પર પણ અસર કરી શકે છે

ઈઝરાયલ ભારત તરફથી સકારાત્મક પ્રતિક્રિયાની આશા કરી રહ્યું છે. ખાસ રીતે ત્યારે જ્યારે નિર્ણય કાશ્મીર અને બીજા  મુદ્દા પર પણ અસર કરી શકે છે. ઈઝરાયલે લખ્યું છે કે આપણી આંખો બંધ કરી લેવાનો મતલબ એ નથી કે કોર્ટ છે જ નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.