ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં ૧૩૦ પેલેસ્ટાઈની નાગરિકોનાં મોત થઈ ચૂક્યા છે. અસંખ્ય કમાન્ડર્સ ઠાર થઈ ચૂક્યા હોવાનો દાવો ઈઝરાયેલની આર્મીએ કર્યો હતો.
ઈજિપ્ત અને અમેરિકાના રાજદૂતોએ યુદ્ધવિરામ માટે બંને પક્ષે વાતચીત કરી હતી.
એક દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ બંને પક્ષે મૂકવામાં આવ્યો હતો, પરંતુ ઈઝરાયેલે એ પ્રસ્તાવ નકારી દીધો હતો અને અસંખ્ય એરસ્ટ્રાઈક ચાલુ રાખી હતી.
ઈઝરાયેલે મીડિયામાં એવો પ્રચાર કરાવ્યો હતો કે ઈઝરાયેલના સૈનિકો જમીન માર્ગે હમાસ સામે જંગ લડશે. એ પછી ઈઝરાયેલના સૈનિકોને અધવચ્ચે જ ખતમ કરી દેવા હમાસના સૈનિકો જમીનની નીચે બનાવેલી ટનલમાં ગોઠવાઈ ગયા હતા…..
ઈઝરાયેલે દાવો કર્યો હતો કે અસંખ્ય કમાન્ડર્સ માર્યા ગયા છે. પરંતુ હમાસે માત્ર ૨૦ કમાન્ડર્સના મોત થયાનું જણાવ્યું હતું.ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં ૧૩૦ કરતાં વધુ લોકો માર્યા ગયા છે. જેમાં ૩૧ બાળકો અને ૨૦ મહિલાઓનો સમાવેશ થાય છે. ગાઝા પટ્ટી નજીક રહેતાં લોકોએ સ્થળાંતર શરૃ કર્યું હતું.
બંને તરફથી અત્યાર સુધીમાં પાંચ હજાર કરતાં વધુ રોકેટો સામ-સામા છૂટયા હોવાનો અંદાજ છે. ઈઝરાયેલી લશ્કરે કહ્યું હતું કે હમાસે ૨૩૦૦ રોકેટ ઈઝરાયેલ તરફ ફેંક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.