ઈઝરાયલમાં ધૂર રાષ્ટ્રવાદીઓએ કરી પરેડ,ફિલિસ્તાનની સાથે દુશ્મનીમાં નથી પડ્યો કોઈ ફરક

સૂત્રોના જણાવ્યા મુજબ, ઈઝરાયલે એક વાર ફરી ગાઝામાં એરસ્ટ્રાઈક કરી છે. આની પહેલા સેંકડોની સંખ્યામાં ઈઝરાયલના ધુર રાષ્ટ્રવાદીઓએ તાકાતનું પ્રદર્શન કરવા માટે મંગળવારે પૂર્વ યેરુશલેમમાં પરેડ કરી.

નજરે જોનારા અનુસાર બુધવારે  ફિલિસ્તાન તરફથી આતંકીઓએ દક્ષિણ ઈઝરાયલ તરફથી આગ વાળા  ફુગ્ગા  મોકલ્યા જેના કારણે ઈઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઈક કરી દીધી.

આ પહેલા સેંક્ડોની સંખ્યામાં ઈઝરાયલના ધૂક રાષ્ટ્રવાદીઓએ શક્તિ પ્રદર્શન કરવા માટે મંગળવારે પૂર્વ યેરુશલેમમાં પરેડ કરી. આ ઘટનાક્રમના કારણે ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદીઓની સાથે યુદ્ધ વિરામના થોડક જ અઠવાડિયા બાદ નવે સરથી હિંસા ભડકવાનો ખતરો પેદા થઈ રહ્યો છે.

ઈઝરાયલની દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા નફ્તાલી બેનેટના પ્રધાનમંત્રી પદના શપથ લેવાની સાથે દેશમાં એક યુગનો અંત થઈ ગયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.