મિશન ચંદ્રયાન-2ને લઈ દુનિયાભરમાં ડંકો વગાડ્યા બાદ ઈસરો ચીફ કે સિવાને નવા વર્ષે જ દેશવાસીઓને નવી ભેટ આપવાની જાહેરાત કરી છે. તેમણે આ વર્ષના લક્ષ્યાંક અને યોજનાઓની જાહેરાત કરી હતી. વર્ષ 2020માં ગગનયાન અને ચંદ્રયાન-3 મિશન લોંચ કરવામાં આવશે. આ સાથે જ ઈસરો ચીફે કહ્યું હતું કે, અવકાશ વિજ્ઞાન દ્વારા અમારા પ્રયાસો દેશવાસીઓના જીવનમાં વધારે સુધારો લાવવાનો છે.
ઈસરો ચીફે કહ્યું હતું કે, 2020માં કોસ્ટ ઈફેક્ટિવ ચંદ્રયાન-3 લોંચ કરવામાં આવશશે. તેવી જ રીતે ગગનયાનના અવકાશયાત્રીઓને જાન્યુઆરી 2020ના બીજા સપ્તાહથી ટ્રેનિંગ આપવામાં આવશે. ગગનયાનના મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી માટે રાષ્ટ્રીય સ્તરની વિચારણા સમિતિની રચના કરવામાં આવી છે. જેને 4 અવકાશયાત્રીઓની પસંદગી કરી છે. 2019માં ગગનયાન પ્રોજેક્ટમાં અમે ખાસી પ્રગતિ કરી છે.
ઈસરો ચીફે જણાવ્યું હતું કે, આ વર્ષે ચંદ્રયાન-3 પ્રોજેક્ટ પણ લોંચ કરવામાં આવશે. કે સિવને કહ્યું હતું કે, ચંદ્રયાન-3 મિશન માટે સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઈ છે. ચંદ્રયાન-3 ઘણાખરા અંશે ચંદ્રયાન-2 સાથે મળતુ હશે. આ પ્રોજેક્ટ પર પણ કામ હાથ ધરી દેવામાં આવ્યું છે. તેના કોન્ફિગરેશન ચંદ્રયાન-2ની જેવા જ હશે. તેમાં પણ લેંડર અને રોવર હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.