ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISRO આજે એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે જેમાં મળતા અહેવાલ પ્રમાણે બ્રિટનની કોમ્યુનિકેશન કંપની વનવેબના 36 સેટેલાઈટ ISRO શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરશે. જે ISROનો સૌથી મોટો કિર્તીમાન હશે, અને સમગ્ર વિશ્વ તેનું સાક્ષી રહેશે.
ISROએ આ સેટેલાઈ લોન્ચિંગ મામલે શનિવારે જણાવ્યું હતું કે વનવેબ ઈન્ડિયા-2 મિશન દ્વારા 36 સેટેલાઈટ ના ટેસ્ટ (પ્રક્ષેપણ) માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ઉપગ્રહો આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 26 માર્ચે સવારે 9 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. નોંધનીય છે કે 643 ટન વજન અને 43.5 મીટર લાંબુ આ પ્રક્ષેપણ વાહન ISROનું સૌથી ભારે પ્રક્ષેપણ વાહન છે અને જેણે ચંદ્રયાન-2 મિશન સહિત અત્યાર સુધીમાં પાંચ સફળ ઉડાન પૂર્ણ કરી છે. આ 36 સેટેલાઈટ્સનું વજન 5805 ટન છે.
ISROના જણાવ્યા મુજબ વર્તમાન મિશન LVM3-M3 એ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)નું બીજું કોમર્શિયલ સેટેલાઇટ મિશન છે જે તેના ક્લાયન્ટ બ્રિટિશ કંપની મેસર્સ નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ (M/s OneWeb) માટે હાથ ધરવામાં આવે છે અને LVM-3 એ ISROના સૌથી ભારે સેટેલાઈટ લોન્ચ કરવાનું પ્રક્ષેપણ વાહનનું GSLVMK-3નું નામ છે જે સૌથી ભારે ઉપગ્રહોને નિશ્ચિત ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.
વનવેબ સેટેલાઇટ વિશે વાત કરીએ તો તે બ્રિટનના લંડનમાં સ્થિત એક કોમ્યુનિકેશન કંપની છે. યુકે સરકારની સાથે સાથે ભારતના ભારતીય સાહસો, ફ્રાન્સની યુટેલસેટ, જાપાનની સોફ્ટબેંક, અમેરિકાની હ્યુએ નેટવર્ક્સ અને દક્ષિણ કોરિયાની હનવા મુખ્ય ભાગીદારો છે અને તેનું હેડક્વાર્ટર લંડનમાં છે. આ કંપનીનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં વધુ સારી બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરવાનો છે.
OneWeb એ ISRO સાથે કરાર કર્યો છે, જે અંતર્ગત 26 માર્ચે 36 સેટેલાઈટ ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. ગયા વર્ષે પણ ઈસરોએ કંપનીના 36 સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. કુલ 72 સેટેલાઇટ લોન્ચ કરવા માટેના કરાર પર સહી કરવામાં આવી છે અને આ માટે કુલ એક હજાર કરોડ રૂપિયાથી વધુની લોન્ચ ફી ચૂકવવામાં આવી છે અને આ ઈસરોનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.