જરૂરિયાતમંદ લોકોની અંદર રક્તની ધારાને વહેતી રાખવા રક્તદાન કરવું જરૂરી..જાણો કોણે એવું કહ્યું????

કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઓલપાડ તાલુકાના મોર ગામના હેલ્થ-વેલનેસ સેન્ટર ખાતે મોર,ભગવા,દેવાયા યુવક મંડળ તથા આર.વી.વેલફેર ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો અને જેમાં 120 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રક્તની અછતને પહોંચી વળવા અને રક્તની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને મુશ્કેલી ન સર્જાય એ હેતુથી વધુમાં વધુ રક્તદાન કેમ્પ થાય તે જરૂરી છે અને લોહી આપવાથી શરીરમાંથી કંઈ ગુમાવવાનું નથી, પરંતુ કોઈને મદદ કર્યાનો આત્મસંતોષ મળશે અને ગામના તમામ લોકોએ આગળ આવીને સેવાની જ્યોતને પ્રજ્વલિત રાખવી જોઈએ. ગામના નાગરિકો પણ વધુમાં વધુ રક્તદાન કરી ‘રક્તદાન મહાદાન’ના પૂણ્યકાર્યમાં સહભાગી બને તેવો અનુરોધ તેઓએ કર્યો હતો. જરૂરિયાતમંદ લોકોમાં રક્તની ધારાને વહેતી રાખવા રક્તદાન કરવું જોઇએ, અને સેવાભાવના સાથે થતા આ પ્રકારના કેમ્પો સમાજ માટે અમૂલ્ય રક્તની જરૂરિયાત સંતોષે છે એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મંત્રીએ મોર,ભગવા,દેવાયા યુવક મંડળ તથા આર.વી.વેલફેર ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવીને ભવિષ્યમાં પણ આવી શિબિરોનું આયોજન કરવાનો અનુરોધ કર્યો હતો અને આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અમિત પટેલ, ઉપપ્રમુખ જશુબેન વસાવા, જિલ્લાપંચાયત સભ્ય કરિશ્માબેન, સરપંચ આશાબેન, આર.વી.વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ ડો.રવિનાબેન વેકરીયા તેમજ અગ્રણી યોગેશ પટેલ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.