જૂનાં ડ્રાઈવિંગ લાઈસન્સમાં સુધારો કે રિન્યૂ માટે અરજદારોએ હજુ પણ કેટલી રાહ જોવી પડશે તેનું કોઈ ઠેકાણું નથી..

આરટીઓની મોટા ભાગની કામગીરી કરવા માટે હવે ઓનલાઇન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે અને લાઇસન્સથી લઈને મોટા ભાગની કામગીરી હવે ઓનલાઇન થઇ રહી છે ત્યારે હવે અરજદારોને નવી મુશ્કેલી આવી પડી છે અને વર્ષ ર૦૧૦ પહેલાંનાં જૂનાં લાઈસન્સ રીન્યૂઅલની કામગીરી ઠપ થઇ જતાં અરજદારોને હજુ સિસ્ટમ અપગ્રેડ થવા માટે કેટલી રાહ જોવી પડશે તેનું કોઈ ઠેકાણું નથી. અરજદારો પોતાનાં ર૦૧૦ પહેલાંનાં ડ્રાઇવિંગ લાઈસન્સની એન્ટ્રી ઘેરબેઠાં જ કરી શકે તે માટે પણ આરટીઓએ પોર્ટલ શરૂ કર્યું હતું, પરંતુ આરટીઓમાં જૂનાં ડ્રાઈવિંગ લાઈસન્સમાં સુધારો કે રિન્યૂ કરવા શરૂ કરાયેલી બેકલોગ સિસ્ટમ છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી બંધ રહેતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લોકોએ આ કામગીરી માટે હજુ એક સપ્તાહ કે તેથી વધુ સમય રાહ જોવી પડશે.

હાલમાં આરટીઓની અઠવાડિયા પછીની એપોઇન્ટમેન્ટ મળે છે તેમજ પુરાવા અપલોડ કરવામાં પણ અનેક મુશ્કેલીઓ આવી રહી છે. ર૦૧૦ પહેલાંનાં ડ્રાઇવિંગ લાઇસન્સની એન્ટ્રી ઘેરબેઠાં જ ઓનલાઇન કરી શકાય તે માટે પોર્ટલ કે જેમાં અરજદારો જૂના લાઇસન્સના ડેટાની એન્ટ્રી કરી શકતા હતા. આ ડેટાનું અધિકારીઓ વે‌િરફિકેશન કરી અરજીને પાસ કરે એટલે લાઇસન્સ રિન્યૂ થઈ જતું હતું. આ એપ્લિકેશનથી લોકો પોતાના લાઇસન્સનું સ્ટેટસ પણ જોઈ શકતા હતા, જેથી ફિઝિકલ ડોક્યુમેન્ટ રાખવામાંથી છુટકારો મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આરટીઓમાં ૧૯૯૯થી ર૦૧૦ સુધીના સમયગાળામાં ઈશ્યૂ કરાયેલાં લાઈસન્સનો ડેટા ઓનલાઇન સર્વરમાં ઉપલબ્ધ નથી અને તેથી રિન્યૂ કરવા માટે ઓનલાઇન ડેટા ચઢાવવો જરૂરી છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના તમામ અરજદારો માટે આ સમસ્યા ઊભી થઈ રહી છે. હાલમાં આ સિસ્ટમ અપગ્રેડ કરાઈ રહી છે, જેના કારણે સિસ્ટમ બંધ છે તેવો જવાબ અરજદારોને મળી રહ્યો છે. આગામી થોડા દિવસોમાં આ સિસ્ટમ શરૂ થઈ જશે. ત્યાર બાદ જૂનાં લાઈસન્સ સમય પ્રમાણે ‌િરન્યૂ કરાશે તેવું આરટીઓનાં સૂત્રોનું કહેવું છે, પરંતુ સિસ્ટમ બંધ હોવાના કારણે આજથી દસ દિવસ પહેલાં રાજ્યમાં લગભગ ૮૦ હજાર લાઈસન્સનો બેકલોગ હતો, જે આજે વધીને અંદાજે ૧.રપ લાખ સુધી પહોંચી ગયો છે. હાલમાં સ્થિતિ એવી છે કે સાર‌િથ વેબસાઈટ વર્ષ ર૦૧૦ પહેલાંનો ડેટા સ્વીકારતી નથી. સાર‌િથ સોફ્ટવેર-રમાં જૂનાં લાઈસન્સનાં ‌િરન્યૂઅલ કરવામાં આવતાં હતાં. હવે સાર‌િથ-૪ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે અરજદારોનાં ડ્રાઈવિંગ લાઇસન્સ ર૦૧૦ પહેલાં ઈશ્યૂ થયાં છે તેમનાં લાઈસન્સ હાલમાં રીન્યૂ થઈ રહ્યાં નથી અને અરજદારો આરટીઓમાં ધક્કો ખાય તો પણ ધરમધક્કો પડી રહ્યો છે, કેમ કે ત્યાં પણ સમસ્યા એમની એમ જ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.