કહેવાય છે કે પ્રેમ કોઈ પણ ઉંમરે થઈ શકે આવી જ ધટના બની છે મ્યાનમારમાં..

૨૦ વર્ષની છોકરીને ૭૭ વર્ષના વૃદ્ધ સાથે થયો એવો પ્રેમ કે…

પ્રેમમાં ઉંમર નાં જોવાય..

જ્યારે કોઈને પ્રેમ (LOVE) થઈ જાય છે. તો તે પ્રેમમાં આંધળો (BLIND) થઈ જાય છે. આવા જ એક પ્રેમની અનોખી કહાની મ્યાનમારની (MYANMAR) રહેવાસી એક ૨૦ વર્ષની છોકરી (GIRL) અને ૭૭ વર્ષનાં એક વૃદ્ધની (OLD).

મળતા સમાચાર મુજબ ૨૦ વર્ષની જો મ્યાનમારમાં રહે છે. તે એક વિદ્યાર્થીની છે. ત્યારે તેને ૭૭ વર્ષનો પ્રેમી ડેવિડ ઈંગ્લેન્ડમાં રહે છે. જે એક મ્યુઝિક પ્રોડ્યુસરે છે. ડેવિડની કોઈ સંતાન નથી. બંને છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે. બંને વચ્ચે ઘણું લાંબુ અંતર છે. પરંતુ તેમ છતાં તેઓ રિલેશનશિપમાં છે બંને વચ્ચે ૫૭ વર્ષનું ઉંમરનું અંતર છે.

જો અને ડેવિડ એક ડેટિંગ સાઇટ દ્વારા મળ્યા હતા. ૧૮ મહિના પહેલા જો કે એક મેન્ટરની શોધ કરી રહી હતી. તે એવો મેન્ટર ઈચ્છતી હતી. જે તેનાં અભ્યાસમાં તેને આર્થિક રીતે મદદ કરે અને ઇમોશનલ સાથ પણ આપે. બીજી તરફ રોમેન્ટિક મૂડનો ડેવિડ કયારેક ફલટિંગ કરવા માટે આ ડેટિંગ સાઈટ પર આવતો હતો.

ડેવિડનું કહેવું છે કે , તે ત્યારે પણ તેની જાતને વૃદ્ધ નથી સમજતો અને પોતાને હંમેશા જવાન જ સમજે છે. ડેવિડ કહે છે કે તેને આ વાતની ખુશી છે કે તે જો ના મેન્ટરની સાથે લાઈફ પાર્ટનર પણ બનવાનો છે. તે ટૂંક જ સમયમાં લગ્ન કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.