આદિવાસી યુવાન શેરવાનીમાં લગ્ન કરવા આવતા કન્યા પક્ષનો માર ખાવાનો વારો આવ્યો જાણો કારણ???

મધ્ય પ્રદેશમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.કન્યાને પરણવાની હોંશમાં નિકળેલા વરરાજાને અને જાનૈયાઓને માર ખાવાનો વખત આવ્યો હતો. કારણ એવું હતું કે આદિવાસી પંરપરા મુજબ લગ્નના વસ્ત્રો પહેરવાને બદલે વરરાજા શેરવાની પહેરીને લગ્ન કરવા માટે પહોંચી ગયોહતો. આ વાત છોકરીવાળા પક્ષને ગમી નહી અને લગ્ન તો સાઇડ પર રહ્યા, પરંતુ જાનૈયાઓ સાથે મારામારી કરી હતી.લગ્નના વરઘોડામાં નચતા કુદતા ગયા હતા, પરંતુ તે પછી જાનૈયાઓને ભાગવાની નોબત ઉભી થઇ હતીઅને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં લગ્ન દરમ્યાન વરરાજાએ શેરવાની પહેરવી ભારે પડી ગઇ હતી. શેરવાની પહેરીને દુલ્હાનો વરઘોડા વાજતે ગાજતે માંડવે તો આવ્યો, પરંતુ વરરાજાને શેરવાનીમાં જોઇને કન્યા પક્ષના લોકો ભડક્યા હતા અને જાનૈયાઓની પિટાઇ કરી નાંખી હતી.પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધ્યો છે.

આ વિચિત્ર કિસ્સો ધાર જિલ્લાના ધામનોદ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં માંગબાયડા ગામમાં ધારથી વરઘોડો આવ્યો હતો.પરંતુ વરરાજાએ શેરવાની પહેરી હતી. અહીંથી જ વિવાદ શરૂ થયો, કારણ કે છોકરીવાળાઓએ કહ્યું કે આદિવાસી પરંપરા અનુસાર લગ્નમાં વરરાજાને ધોતી-કુર્તા પહેરાવવાં આવે.અને વરરજાએ પહેરેલી શેરવાની સામે છોકરીવાળાઓને સખત વાંધો હતો.

વરરાજાના શેરવાની પહેરવાથી નારાજ કન્યા પક્ષના લોકોએ જાનૈયાઓ પર પત્થર ફેંકવાનું શરૂ કરી દીધું હતું અને સાથે મારપીટ પણ કરી હતી.અને આ બબાલમાં 4 લોકો ઘાયલ થઇ ગયા હતા. પોલીસે વર અને કન્યા બનેં પક્ષ સામે ગુનો નોંધી દીધો હતો.

જાણવા મળેલી માહિતી મુજબ વરરાજા સુદરલાલ શેરવાની પહેરીને ફેરા ફરવા માટે મંડપમાં પહોંચ્યો ત્યારે દુલ્હનની કાકી એ વરરાજાના શેરવાની પહેરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કુળદેવીની સામે ધોતી- કુર્તો પહેરીને જ ફેરા ફરવાની પરંપરા છે. પરંતુ છોકરાવાળા માન્યા નહી અને જીદ પર અડી ગયા કે વરરાજા ફેરા તો શેરવાનીમાં જ લેશે.અને આ બાબતે વિવાદ વધી ગયો અને મારપીટ શરૂ થઇ ગઇ હતી.

પોલીસે કહ્યું હતું કે ધારથી એક વરરાજા માંગબયડા ગામે પરણવા આવ્યો હતો અને તેણે શેરવાની પહેરી હતી, પરંતુ છોકરીવાળા પક્ષોએ વાંધો લીધો તેમાં બબાલ ઉભી થઇ હતી.અને પોલીસે બનેં પક્ષ સામે ગુનો નોંધ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.