ભારતીય સેના ઉપર દરેક દેશવાસીઓને ગર્વ છે. ભારતની ત્રણેય સેનાઓ ખુબ જ બહાદુર છે અને દેશની રક્ષામાં હંમેશા તૈયાર રહે છે. ત્યારે આજે આપણે ભારતીય નૌસેના વિશેની ઘણી રોચક વાતો તમને જણાવીશું. ભારતીય નૌસેનાની અંદર ઘણા જહાજ અને સબમરીન સામેલ છે. જે દુશ્મનના છક્કાં છોડાવવામાં સક્ષમ છે.
વાત જો કરવામાં આવે સબમરીનની તો ભારતની પાસે સપ્ટેમ્બર વર્ષ 2019થી ન્યુક્લિયર પાવરથી લેસ સબમરીન છે. આ ઉપરાંત એક બેલિસ્ટિક મિસાઈલ સબમરીન અને 15 લડાકુ સબમરીન છે. આ સબમરીનમાં બેસીને દુશ્મનો ઉપર પાણીની અંદરથી જ હુમલો કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું કે આપણા દેશના બહાદુર જવાનો પાણીની અંદર રહીને કેવી રીતે દુશ્મનોનો સામનો કરે છે અને કેવું જીવન જીવે છે.
ભારતીય નૌસેના દુનિયાની પાંચમી સૌથી મોટી નૌસેના છે. આપણી નેવીમાં લગભગ 55 હજાર સૈનિકો છે. એક નેવી ઓફિસરનું જીવન ખુબ જ મુશ્કેલીઓ ભરેલું હોય છે અને દૂરથી ભલે તેમનું જીવન આપણને લાગતું હોય કે બધી જ રીતે સેટ છે પરંતુ હકીકતમાં તેમને મહિનાઓ સુધી સબમરીનમાં રહેવું પડતું હોય છે.
એક સબમરીનની અંદર 100થી પણ વધારે ઓફિસર અને સેલર મહિનાઓ વિતાવે છે. આ દરમિયાન તેમનો તેમના પરિવાર સાથે પણ કોઈ સંપર્ક હોતો નથી. સબમરીન ઉપર થતી તૈયારીઓ પણ ખુબ જ અફરા-તફરી વાળી હોય છે. ફરજ બજાવી રહેલા લોકોને હંમેશા તૈયાર રાખવા માટે સતત ડ્રિલ કરાવવામાં આવે છે.
સબમરીનની અંદર ઓપરેશન રૂમ હોય છે. તે ખુબ જ નાનો ઓરડો હોય છે. જેમાં ચારેય બાજુ ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે જ દેખાય છે. જુના એનાલોગ સિસ્ટમ હોય છે અને બે પેરિસ્કોપ પણ હોય છે. કપ્તાન બુમ પાડી અને નિર્દેશ આપે છે અને અધિકારી તથા ક્રૂ સદસ્ય જવાબ આપે છે. INS સિંધુકીર્તિ ઇન્ડિયન કિલો ક્લાસ સબમરીન્સમાં આવે છે. જે ભારતના સૌથી જુના સબમરીનમાં સામેલ છે.
આ સબમરીન સોનાર રેડિએશનના આધાર ઉપર કામ કરે છે, આમને કોઈ મિશન આપવામાં આવે છે જે પૂર્ણ કર્યા બાદ ટીમ પરત આવે છે. સેલર્સને સબમરીનમાં નાની જગ્યામાં જ સૂવું પડે છે અને ખુબ જ ઓછી જગ્યાની અંદર પાંચથી છ લોકો સુઈ જાય છે.
બધા જ લોકોને અંદર બરાબર આરામ પણ આપવામાં આવે છે. પરંતુ એકવાર મિશન ઉપર ગયા બાદ જયારે મિશન પૂર્ણ થઇ જાય ત્યારે જ ઓફિસર ઘરે પરત ફરે છે. આ સબમરીન આમ તો પાણીની અંદર જ રહે છે, પરંતુ 24 કલાકમાં એકવાર તેમને પાણીની ઉપર પણ લાવવામાં આવે છે. કારણે કે અંદરની હવાને બહારની ફ્રેશ હવા સાથે બદલી કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.