નિયમો નેવે મૂકવા ભારે પડ્યો , અમદાવાદમાં ફરીથી વધવા લાગ્યાં કોરોનાનાં કેસ

દિવાળીના (DIWALI) તહેવારો (FESTIVAL) દરમિયાન લોકોએ (PEOPLE) દાખવેલી બેદરકારીનું (NEGLIGENCE) પરિણામ હવે ધીમે ધીમે સામે આવવા લાગ્યું છે. અમદાવાદ (AHMEDABAD) સહિત સમગ્ર રાજ્યમાં (STATE) છેલ્લા કેટલાક દિવસોથી કોરોના (CORONA) કેસમાં (CASE) વધારો નોંધાઈ રહ્યો છે.

ખાસ કરીને અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થવાને પગલે તંત્રની ચિંતા વધી છે. અમદાવાદમાં છેલ્લા ૪ દિવસમાં જ ૪૨ નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું. શહેરમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવાના ભાગરૂપે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ માટે ડોમ ઉભા કરવામાં આવ્યા છે.

ખાસ કરીને દિવાળીમાં બહારગામ ફરીને આવેલા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને જોતા કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગીતામંદિર એસટી બસ સ્ટેશન ખાતે પણ ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું છે.

નવા કેસ ઉમેરવાની સાથે જ રાજ્યમાં અત્યાર સુધી સામે આવેલા કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૮,૨૬,૯૨૪ પર પહોંચી ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.