આખરે નક્કી થયું સોનુ સૂદની બહેન આ પાર્ટીમાંથી લડશે ચૂંટણી જાણો

બૉલીવુડ અભિનેતા સોનૂ સૂદની બહેન માલવિકા કેપ્ટન અમરિંદર સિંહની પંજાબ લોક કોંગ્રેસ પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માટે એક શરત છે કે સોનુ સૂદ પોતે પંજાબમાં ગઠબંધન માટે પ્રચાર કરે. ફિલ્મ અભિનેતા સોનૂ સૂદની બહેન માલવિકા સૂદના કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીમાં જોડાવાની ચર્ચાઓનો અંત આવ્યા બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે માલવિકા મોગા વિધાનસભા સીટ પરથી પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહની પંજાબ લોક પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડશે.

આ માટે ભાજપે શરત મૂકી છે કે સોનૂ સૂદ પંજાબમાં ગઠબંધન માટે પ્રચાર કરશે, તો જ પાર્ટી દ્વારા મોગા વિધાનસભા સીટ કેપ્ટનની ટીમને આપવામાં આવશે.પંજાબમાં ફિલ્મ અભિનેતા સોનૂ સૂદની હાજરી એવા સમયે આ ચર્ચાઓને વેગ આપી રહી છે જ્યારે ભાજપ અને પંજાબ લોક પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી માટે મેદાન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે, ફિલ્મ અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ માલવિકા કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે.

સોનુએ પોતે રાજકારણમાં જોડાવાની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. શરૂઆતના દિવસોમાં સોનૂ સૂદની બહેન માલવિકા સૂદ વિશે ઘણી ચર્ચા થઈ હતી કે તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે અથવા આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે. સોનુ સૂદ પોતે કેપ્ટન અમરિન્દર સિંહને મળ્યા હોવાથી આ ચર્ચાઓ વધુ મજબૂત બની હતી. તે સમયે કેપ્ટન પંજાબના સીએમ હતા. પછી તેણે કેપ્ટન સાથે તેની માલવિકા સૂદનો પરિચય કરાવ્યો. જોકે, ચરણજીત સિંહ ચન્ની અને અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.