ઈટાલીમાં કોરોનાનો હાહાકાર યથાવત છે.હજારો લોકોને ઈટાલીમાં કોરોના ભરખી ગયો છે. તેવામાં ભારત ફરવા આવવુ કેટલાક ઈટાલિયન ટુરિસ્ટો માટે આશીર્વાદ સાબિત થયુ છે.
ઈટાલીના 21 લોકોનુ ગ્રૂપ ભારત ફરવા માટે આવ્યુ હતુ. તેમાંથી 16 પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ હતુ. ગૂડગાંવની હોસ્પિટલમાં આ પૈકી 14ને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.ટુરિસ્ટનુ આ ગ્રૂપ રાજસ્થાન ફરીને દિલ્હી પહોંચ્યુ હતુ અને ત્યાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ હતુ.આ પૈકીના 11 લોકો સાજા થઈ ગયા છે. જેમને સોમવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઈટાલીની એમ્બેસીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
આમ ભારતમાં ફરવા આવવુ તેમના માટે આશીર્વાદરુપ સાબિત થયુ છે. આ દર્દીઓ ભારતમાં સાજા થઈ ગયા છે.
બીજી તરફ ઈટાલીમાં કહેર મચાવી રહેલા કોરોનાના કારણે 6000થી વધુ લોકોના મોત થયા છે અને 63000 લોકો કોરોનાના સપાટામાં આવી ચુક્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.