કોરોના વાઈરસનો કહેર વિશ્વભરમાં ચાલુ છે. આ વાઈરસને કારણે, બધું બંધ છે. યુરોપના ઘણા દેશોમાં, આને કારણે, હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇટાલીમાં પણ તેની ઘણી અસર જોવા મળી, કોરોના વાઈરસને કારણે લોકડાઉન 4 મેના રોજ પુરૂ થઈ રહ્યું છે. જે પછી તે કારખાનાઓ અને દુકાનો ખોલવાનો વિચાર કરવામાં આવી શકે છે.
ઇટાલીના પ્રધાનમંત્રી ગ્યુસિપ કોન્ટેએ રવિવારે કહ્યું કે બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનને ધીમે ધીમે હટાવી લેવામાં આવશે. તેમણે જાહેરાત કરી કે હવે આ બીજો તબક્કો છે, જેમાં થોડી છૂટછાટ મળશે. જેથી કોરોનાના બીજા વેવ્ઝ પાછા ન આવે. ઇટાલીમાં કોરોના વાઈરસને કારણે 25 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આને કારણે રવિવારે ઇટાલીમાં લગભગ 250 લોકોનાં મોત નીપજ્યાં, જે છેલ્લા 40 દિવસમાં સૌથી નીચો આંકડો છે.
ઇટાલીમાં 4 મેથી કારખાનાઓ, જથ્થાબંધની દુકાનો અને બાંધકામ કંપનીઓને કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ, નાની દુકાનો, બજારો હજુ સુધી ખોલવા દેવાશે નહીં. તો રેસ્ટોરન્ટ અને બાર જૂન પછી જ ખોલવામાં આવશે.
આ સિવાય પાર્ક ખુલ્લા મુકવામાં આવશે, જ્યારે કોઈપણ અંતિમ સંસ્કારમાં ફક્ત 15 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. 18 મે પછી પુસ્તકાલય અને સંગ્રહાલય ખોલવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે.
ઇટાલીમાં અત્યાર સુધીમાં લગભગ 1 લાખ 97 હજાર કોરોના વાઈરસના કેસ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં 26 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આખી દુનિયાની વાત કરીએ તો વિશ્વભરમાં કોરોના વાઈરસના લગભગ 3 મિલિયન કેસ નોંધાયા છે, જ્યારે 2 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.