Itchy Scalp: ગરમીમાં વધી જતી માથાની ખંજવાળની સમસ્યાને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય

Itchy Scalp: આ ઉપાયો એવા છે જેને કરવા માટે તમારે પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નથી. ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓની મદદથી માથામાં આવતી ખંજવાળથી મુક્તિ મેળવી શકાય છે.

Itchy Scalp: ગરમીના દિવસોમાં વાળ સંબંધિત કેટલીક સમસ્યાઓ વધી જાય છે. જેમાં સૌથી વધારે જોવા મળે છે માથામાં આવતી ખંજવાળ. તમે ઘણા લોકો એવા જોયા હશે જેમનો હાથ થોડી થોડી વારે માથામાં પહોંચતો હોય. આમ થવાનું મુખ્ય કારણ હોય છે માથામાં આવતી ખંજવાળ છે. ગરમીના દિવસોમાં પરસેવાના કારણે આ તકલીફ વધી જતી હોય છે. આ સિવાય ડ્રાય સ્કેલ્પ, ડેન્ડ્રફ અને પરસેવાના કારણે થતા ફંગલ ઇન્ફેક્શનના કારણે પણ માથામાં ખંજવાળ આવતી હોય છે.

માથાની ખંજવાળ દુર કરવાના ઉપાયો

નાળિયેર તેલ

નાળિયેર તેલ નેચરલ મોસ્ચરાઈઝર છે. તેનાથી માથામાં આવતી ખંજવાળથી રાહત મળે છે. જો માથામાં વધારે ખંજવાળ આવતી હોય તો નાળિયેર તેલને ગરમ કરીને માથામાં તેનાથી માલિશ કરવી જોઈએ.

દહીં

દહી પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. તેમાં રહેલા તત્વ માથામાં આવતી ખંજવાળથી તુરંત રાહત આપે છે. તાજા દહીંને માથામાં સારી રીતે લગાડી 30 મિનિટ સુધી રાખી પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા જોઈએ.

એલોવેરા જેલ

એલોવેરા જેલમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. તેનો ઉપયોગ કરવાથી માથામાં આવતી ખંજવાળ અને બળતરા દૂર થાય છે. એલોવેરા જેલને વાળમાં 20 મિનિટ સુધી રાખી પછી વાળ શેમ્પુ કરવા જોઈએ.

લીંબુનો રસ

જો માથામાં ઇન્ફેક્શનના કારણે ખંજવાળ આવતી હોય તો લીંબુનો રસ લગાડવો જોઈએ. લીંબુનો રસ લગાડીને 15 મિનિટ પછી વાળ ધોઈ લેવાથી ખંજવાળ દૂર થાય છે.

આ વાતનું પણ રાખો ધ્યાન

જો તમને માથામાં વધારે પ્રમાણમાં ખંજવાળ આવતી હોય તો હંમેશા ઠંડા પાણીથી માથું ધોવાનું રાખો. ગરમ પાણીથી સ્કેલ્પમાં રહેલ નેચરલ ઓઇલનો નાશ થઈ જાય છે.

આ સિવાય માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો. વધારે કેમિકલ યુક્ત શેમ્પૂથી પણ વાળ ડેમેજ થાય છે.

ઘણા લોકોને રોજ વાળ ધોવાની આદત હોય છે. આ આદત પણ વાળને નુકસાન કરે છે. અઠવાડિયામાં એક કે બે વખત જ વાળ ધોવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.