કોરોનાના કારણે ચીન બાદ સૌથી વધારે પ્રભાવિત દેશ ઈટાલી છે. ઈટાલીમાં હવે આ વાયરસના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા 233 પર પહોંચી ચુકી છે.
જેના કારણે હવે ઈટાલીમાં ઈમરજન્સી જેવી સ્થિતિ છે. સરકારી વેબસાઈટના કહેવા પ્રમાણે ઉત્તરી ઈટાલીના સંખ્યાબંધ વિસ્તારોમાં દોઢ કરોડ લોકોને ઘરમાં જ જબરદસ્તી રહેવાનો આદેશ આપી દેવાયો છે
બીજી તરફ ઈટાલી સરકારે વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં નાઈટ ક્લબ, સ્કૂલો, કેસીનો, થીયેટર બંધ કરી દેવાના આદેશ આપી દીધા છે.
ઈટાલીના ખ્યાતનામ ટુરિસ્ટ પ્લેસ વેનિસ તેમજ મિલાન સહિતના શહેરોમાં અવર જવર પર પ્રતિબંધ મુકવાની પણ ઈટાલીની સરકારે યોજના બનાવી છે. આમ ઉત્તર ઈટાલી કે જ્યાં આ વાયરસનો સૌથી વધારે પ્રભાવ છે તે હિસ્સાને દેશના બાકીના હિસ્સાથી અલગ કરવાના પ્લાન પર સરકારે કામ શરૂ કરી દીધુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.